સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે તેમાં ત્રણથી ચાર લોકો હાથમાં લાકડી અને પાઈપ લઈ ઊભા છે. એક યુવકના હાથ પગ બાંધી બેડ પર બેસાડવામાં આવ્યો છે. સંઘપ્રદેશ દાદરા અને નગર-હવેલીમાં એક યુવકને એક રૂમમાં બંધક બનાવી ત્રણથી ચાર શખસ ઢોરમાર મારી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ચકચાર મચી છે.
Visit Saurashtra Kranti Homepage here
‘સિલવાસા બિઝનેસ’ નામના ફેસબુક એકાઉન્ટ પરથી આ ઘટનાના વીડિયો અપલોડ કરી પોલીસ સમક્ષ તપાસ અને કાર્યવાહીની માગ કરવામાં આવી છે.તેના પાસે કોઈ વિગત કઢાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ યુવક કોઈ વસ્તુ જાણતો ન હોવાની વાત કરી રહ્યો છે. આ સમયે જે શખ્સો ઉભા છે તેઓ અપશબ્દો બોલી યુવકને માર મારતા નજરે પડી રહ્યા છે.મેહુલ નામનો યુવક ગુજરાત પોલીસને બાતમીદાર હોવાની આશંકા રાખી વાઈન શોપના સંચાલકોએ યુવકને બંધક બનાવ્યો હતો
અને પોલીસ દ્વારા કોઈ ગાડી પકડાઈ હોવાની વાત કરી બાતમી આપનારનું નામ પૂછી રહ્યા છે. સોશિયલ મીડિયામાં જે પોસ્ટ વાઈરલ થઈ રહી છે તેમાં માર મારનાર શખ્સો વાઈન શોપના સંચાલકો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસને યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
Read About Weather here
આ વાઈરલ વીડિયો મામલે દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા સંઘપ્રદેશ પોલીસને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, સંપર્ક થઈ શક્યો ન હતો.ફેસબુક પર જે પોસ્ટ કરવામાં આવી છે તેમાં ઉલ્લેખ કરાયો છે કે, વાઈન શોપ સંચાલકોના ત્રાસના કારણે ભોગ બનનાર યુવક અને તેની પત્ની ખૂબ ડરી ગયા છે. જેથી તેઓ પોલીસ સમક્ષ આવતા ડરી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here