ટિકિટ નહિ મળતા ભાજપ નેતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા…!

ટિકિટ નહિ મળતા ભાજપ નેતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા…!
ટિકિટ નહિ મળતા ભાજપ નેતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા…!
સાથે જ પુષ્પા શાહીએ આરોપ લગાવ્યો કે તેમણે BJP માટે ખૂબ પ્રચાર કર્યો પરંતુ પાર્ટીએ ટિકિટ કાપી નાખી. રામપુર કારખાના વિધાનસભાથી BJPના મહિલા નેતા પુષ્પા શાહીએ કહ્યું કે અમે BJPની સેવા કરી રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ઉમેદવારોના નામોની જાહેરાતને લઇને નેતાઓના ધબકારા વધી ગયા છે. જેના ખાતામાં ટિકિટ આવી રહી છે તેઓ સંપૂર્ણ ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરી રહ્યા છે પરંતુ જે નેતાઓની ટિકિટ કપાય રહી છે

તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવાથી લઈને પાર્ટી પર જ તમામ આરોપ લગાવી રહ્યા છે. હવે દેવરિયા જિલ્લાના રામપુર વિધાનસભા સીટ અહીંથી ટિકિન ન મળવાના દુઃખમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના મહિલા નેતા પુષ્પા શાહી પબ્લિક સામે જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.

આખા વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા. એટલું બધુ કર્યા છતા પણ અમારી ટિકિટ કાપી દીધી. દર વર્ષે મારું સ્થાન પહેલું આવ્યું હતું એ છતા પણ મારી ટિકિટ કાપી દીધી. પુષ્પાએ કહ્યું કે જનતા વચ્ચે કામ કરશે તેને જ ટિકિટ આપવામાં નહીં આવે જે નેતાગિરી કરશે તેને ટિકિટ આપવામાં આવશે.દેવરિયા જિલ્લાના રામપુર કારખાનાથી BJPએ સુરેન્દ્ર ચૌરસિયાને ઉમેદવાર બનાવ્યા છે.

તો પુષ્પા શાહીના પતિ ગિરજેશ ઉર્ફે ગુડ્ડુ શાહીએ કહ્યું કે સામાન્ય જનતા વચ્ચે જઈશું. તો પુષ્પા શાહીએ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે 10 ફેબ્રુઆરીના રોજ પહેલા ચરણનું મતદાન થવાનું છે. કુલ મળીને ઉત્તર પ્રદેશમાં 7 ચરણમાં મતદાન થશે.ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી,

03 માર્ચ અને 07 માર્ચના રોજ વિધાનસભાની ચૂંટણીનું મતદાન થશે ત્યારબાદ 10 માર્ચના રોજ ચૂંટણીના પરિણામ આવશે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર થઈ ચૂકી છે. 403 સીટોવાળી 18મી વિધાનસભા માટે 7 ચરણમાં ચૂંટણી થશે.

17મી વિધાનસભાનો કાર્યકાળ 15 મે સુધી છે. 17મી વિધાનસભા માટે 403 સીટો પર ચૂંટણી 11 ફેબ્રુઆરી થી 8 માર્ચ 2017 સુધી 7 ચરણોમાં થઇ હતી.તેમાં લગભગ 61 ટકા મતદાતાઓએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. તેમાં 63 ટકાથી વધારે મહિલાઓ હતી જ્યારે પુરુષોની ટકાવારી લગભગ 50 ટકા રહી હતી. એ સિવાય રાજ્યમાં ઘણી વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા મયાવાતીની BSP 19 સીટો પર સમેટાઇ ગઈ હતી.

Read About Weather here

આ વખત સીધી સ્પર્ધા સમાજવાદી પાર્ટી અને BJP વચ્ચે છે. BJP યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ કરીને ચૂંટણી લડી રહી છે. ચૂંટણીમાં BJPએ 312 સીટો જીતીને પહેલી વખત ઉત્તર પ્રદેશ વિધાનસભામાં 3 ચતુસ્થાંશ બહુમતી મેળવી હતી. તો અખિલેશ યાદવની આગેવાનીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન 54 સીટ જીતી શક્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here