આજે સ્કૂલો શરૂ કરવા નિર્ણય…!

આજે સ્કૂલો શરૂ કરવા નિર્ણય...!
આજે સ્કૂલો શરૂ કરવા નિર્ણય...!
આ મામલે ગુજરાતમાં કોરોનાના કેસોના ઘટાડાની સાથે સ્વનિર્ભર શાળા-સંચાલકો દ્વારા સરકાર પર વહેલી શાળાઓ શરૂ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરમાં 24 હજાર સુધી કેસ નોંધાવા લાગ્યા હતા. આ દરમિયાન 31 જાન્યુઆરી સુધી સ્કૂલોમાં ધોરણ 1થી9ના વર્ગો ફરીવાર ઓનલાઈન કરવામાં આવ્યા હતા. હવે આવતીકાલે આ ઓનલાઈન શિક્ષણ 15 ફેબ્રુઆરી સુધીમાં ઓફલાઈન શરૂ થવાની શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સંજોગોમાં આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને શાળાના સંચાલકો સાથે ચર્ચાવિચારણા કરી જિલ્લા શિક્ષણ અધિકારીઓ પાસેથી અભિપ્રાય મગાવીને ઓફલાઈન શાળાઓ શરૂ કરવાનો નિર્ણય થઈ શકે છે.આ અંગે માઘ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે કહ્યું હતું કે બેઠક કે સ્કૂલો ખોલવા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, મને કોઈ સૂચના હજુ સુધી મળી નથી. નોંધનીય છે કે રાજ્યમાં 1થી 9ની શાળાઓમા કોરોના કેસ વધતાં 31 જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું.

આ મુદત આજે પૂરી થઈ ગઈ છે.બીજી તરફ, રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થતાં ધોરણ 1થી ધોરણ 9ના ક્લાસ ફરી શરૂ કરવા ખાનગી શાળા સંચાલકો ભારે દબાણ કરી રહ્યા છે. કોરોનાના કેસ સંપૂર્ણ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી સ્કૂલો શરૂ નહીં કરે.સ્કૂલ સંચાલક મંડળ તરફથી ફેબ્રુઆરી માસમાં શરૂઆતમાં ધોરણ 6થી 8 અને ત્યાર બાદ 1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે શાળા શરૂ થશે કે કેમ, જોકે આ અંગે આરોગ્યની સ્થિતિ ધ્યાનમાં રાખી નિર્ણય કરવામાં આવશે,

Read About Weather here

એવું 26 જાન્યુઆરીએ રાજકોટ આવેલા શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું. જ્યારે ફી વધારા મુદ્દે ગોળગોળ જવાબ આપતાં તેમણે જણાવ્યું હતું કે FRC હાઇકોર્ટે નીમેલી કમિટી છે, સરકારને એની સાથે કોઇ નિસ્બત નથી. તેમણે સરકાર સમક્ષ રજૂઆત પણ કરી છે. આ રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં શિક્ષણ વિભાગની મહત્ત્વની બેઠક મળશે, જેમાં શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય લેવાશે. આ અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું હતું કે હમણાં સરકાર કોઈ રિસ્ક નહીં લે, અત્યારે પણ અમદાવાદમાં ત્રણ હજારથી વધુ કેસ આવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here