આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે મહત્ત્વપૂર્ણ વાતચીત પણ શક્ય છે.ધ્યાન રાખો કે અન્ય લોકોની વાતોમાં આવીને તમે કોઇ ખોટો નિર્ણય પણ લઇ શકો છો. જેની અસર તમારા પરિવારની વ્યવસ્થા ઉપર પડી શકે છે. કોઇપણ જગ્યાએ સમજ્યા વિના તરત પ્રતિક્રિયા ન આપો.બહારની પાર્ટીઓ પાસેથી તમને વ્યવહારિક ઓર્ડર મળી શકે છે.લગ્નજીવન સુખદ અને સુખમય જળવાયેલું રહેશે.સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

પારિવારિક ગતિવિધિઓમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં તમારો વિશેષ સહયોગ રહેશે. તમારા રસના કાર્યોમાં પણ થોડો સમય પસાર કરો, તેનાથી તમને તમારી પ્રતિભા નિખારવાની તક મળશે અને આત્મિક સુખ પણ મળી શકે છે.નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે વધારે મેલજોલ ન રાખો. કેમ કે તેની અસર તમારા વ્યક્તિત્વ ઉપર પણ પડી શકે છે. કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ આવે ત્યારે ખાસ મિત્રની સલાહ લો.વ્યવસાયને લગતા કાર્યોમાં આજે પરિસ્થિતિ થોડી સારી રહેશે.પતિ-પત્ની વચ્ચે ઘરની સમસ્યાને લઇને વિવાદ થઇ શકે છે.ઉધરસ, તાવ અને ગળામા ઇન્ફેક્શન જેવી સમસ્યા રહી શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

તમે તમારા આત્મવિશ્વાસ અને સમજણ દ્વારા નકારાત્મક પરિસ્થિતિઓમાં પણ પરિવારનું મનોબળ જાળવી રાખો. કોઇને ઉધાર આપેલાં રૂપિયાનો થોડો ભાગ આજે પાછો મળી શકે છે. મીડિયાને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે.ક્યારેક કોઇ વિશેષ કાર્યને લગતા નિર્ણય લેવામાં પરેશાની આવી શકે છે. આ સમયે કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય છે. પારિવારિક મામલે વધારે દખલ ન કરો.વ્યવસાયમાં પરિસ્થિતિઓ થોડી સારી રહી શકે છે.પતિ-પત્ની વચ્ચે સારું તાલમેલ જળવાયેલું રહેશે.તણાવ અને ચીડિયાપણું તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

સ્વાસ્થ્યમા સુધાર આવશે તથા પોતાને ઊર્જાવાન અને સ્ફૂર્તિથી પરિપૂર્ણ અનુભવ કરશો. લાંબા સમયથી અટવાયેલાં કાર્યો પૂર્ણ કરવાની કોશિશ કરશો અને તેમાં તમે સફળ પણ થઇ શકો છો.બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિઓની જાણ થવાથી મન થોડું પરેશાન રહી શકે છે. ગુસ્સા અને આવેશમાં આવવાની જગ્યાએ શાંતિથી સમસ્યાઓનો ઉકેલ લાવો. મામા પક્ષ સાથે સંબંધોને સારા જાળવી રાખો.વ્યવસાયિક ગતિવિધિઓમાં આ સમયે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા યોગ્ય ચર્ચા-વિચારણાં કરો.લગ્નજીવનમાં મધુરતા જાળવી રાખવા માટે તમારે વિશેષ કોશિશ કરવી પડશે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

સારો સમય પસાર કરવા માટે મિત્રો તથા સંબંધીઓ સાથે ફોન દ્વારા વાતચીત કરો. થોડા વિશેષ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થવાથી અનેક સમસ્યાઓનો ઉકેલ પણ મળી શકે છે. થોડો સમય પોતાના મનગમતા કાર્યોમાં પણ પસાર કરો.ક્યારેક તમારી જિદ્દ કે કોઇ વાત ઉપર અડગ રહેવાના કારણે કાકાના ભાઈ-બહેનો સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. અસમંજસની સ્થિતિમાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે.વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહી શકે છે.કોઇ પરેશાનીમાં જીવનસાથી તથા પારિવારિક સભ્યોની સલાહ અને સહયોગ ખૂબ જ સુકૂન આપી શકે છે.પેટ ખરાબ થવાના કારણે અપચા અને ભૂખ ન લાગવાની સ્થિતિ રહેશે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

સમય સામાન્ય જ પસાર થશે. છતાંય વિપરીત પરિસ્થિતિઓમાં તમારું મનોબળ અને આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે. માતાના પક્ષ તરફથી તમને વિશેષ સહયોગ મળી શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ સાથે અન્ય ક્ષેત્રોમાં પણ રસ રાખશે.કોઇ બાળકના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહેશે. પરેશાન થવું નહીં, જલ્દી જ સ્થિતિ સામાન્ય થઇ જશે. ગુસ્સામા આવીને ખરાબ શબ્દોનો પ્રયોગ ન કરો, તેનાથી સંબંધ ખરાબ થઇ શકે છે.વ્યવસાયિક ગતિવિધિઓ હાલ મંદ જ રહેશે.જીવનસાથી તમારી કોઇ વાતથી નિરાશ રહી શકે છે.કોઇપણ પ્રકારના મશીનનો ઉપયોગ કરતી સમયે સાવધાન રહો.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

આજે ભાગ્ય તમારા પક્ષમાં છે. સાથે જ પિતા કે પિતા સમાન કોઇ વ્યક્તિનો સહયોગ અને માર્ગદર્શન પણ તમને પ્રાપ્ત થશે. ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે પણ તમારી આસ્થા રહેશે.હાલ તમારી શંકા અને વહેમ કરવાનો સ્વભાવ તમારા માટે જ થોડી પરેશાની ઊભી કરી શકે છે. આ આદતો ઉપર કાબૂ રાખો. તણાવના કારણે તમારા થોડા કામ અધૂરા પણ રહી શકે છે.વ્યવસાયમાં ઉતાર-ચઢાવ બની રહેશે.પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

કોઇ સમાજ સેવી સંસ્થા પ્રત્યે તમારો વિશેષ સહયોગ અને સેવાભાવ રહેશે. જેનાથી તમને માનસિક અને આત્મિક સુકૂન મળશે અને તમારા કાર્યોના પણ વખાણ થશે. તમારા કોઇ અટવાયેલાં મહત્ત્વપૂર્ણ કાર્યો પણ પૂર્ણ થઇ શકે છે.અન્ય ગતિવિધિઓ સાથે-સાથે ઘરની વ્યવસ્થા ઉપર પણ યોગ્ય ધ્યાન આપવું જરૂરી છે. ક્યારેક તમારો પારિવારિક મામલે દખલ વધી શકે છે, જેના કારણે અન્યને પરેશાની થઇ શકે છે. તમારી આ ખરાબ આદતોમાં સુધાર લાવો તથા સંબંધોમાં તિરાડ ન પડે તેનું ધ્યાન રાખો.વ્યવસાયિક દૃષ્ટિએ સમય થોડો અનુકૂળ રહેશે.પ્રેમ સંબંધોને પારિવારિક સ્વીકૃતિ મેળવવા માટે સમય યોગ્ય છે.વધારે તણાવ અને કામ પોતાના ઉપર લેવાથી બચવું.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

કોઇ પ્રભાવશાળી અને અનુભવી વ્યક્તિની સલાહથી તમે તમારા કાર્યોને પૂર્ણ કરી શકશો. યુવા વર્ગ મીડિયા અને ઇન્ટરનેટના માધ્યમથી નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરશે. તમે તમારા ભવિષ્યને લગતા નિર્ણય લેવામાં પણ મદદ મળી શકે છે.તમારા ઉપર વધારે કામનો ભાર રહેવાથી ક્યારેક તમે પરેશાન પણ થઇ શકો છો. તમારા કાર્યોને અન્ય સાથે વહેંચવાની કોશિશ કરો. થોડો સમય આત્મ મનન તથા આત્મ ચિંતનમાં પણ પસાર કરો.પબ્લિક ડીલિંગ અને માર્કેટિંગને લગતી ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન ન આપો.તમારા કોઇપણ વ્યક્તિગત પરેશાની તમારા જીવનસાથીને જણાવો.તણાવના કારણે આત્મબળ અને ઊર્જામાં ઘટાડો આવી શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજની સ્થિતિ અનુકૂળ છે. તમારા દ્વારા કરવામાં આવેલ કોશિશનું યોગ્ય પરિણામ મળી શકે છે. આવકના સ્ત્રોત વધારવા માટે કરવામા આવેલ કોશિશ પણ સફળ રહેશે. ઘરના કોઇ કુંવારા વ્યક્તિ માટે ઉત્તમ સંબંધ પણ આવી શકે છે.આવક વધવાની સાથે-સાથે ખર્ચ પણ રહી શકે છે. ધ્યાન રાખો કે કોઇ અન્ય વ્યક્તિના કારણે તમને કોઇ નુકસાન પણ થઇ શકે છે. યોગ્ય રહેશે કે પારિવારિક મામલે અન્ય વ્યક્તિની દખલ થવા ન દો.વ્યવસાયમાં સ્થિતિ થોડી નકારાત્મક જ રહેશે.પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.વધારે કામનો ભાર અને તણાવના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

આજે તમે થાક અને તણાવથી રાહત મેળવવા માટે આરામ અને મનોરંજનના મૂડમાં રહેશો. રસના કાર્યોમાં સમય પસાર કરવાથી સુખ મળી શકે છે. આજે કોઇ એવું કામ પણ સફળ થશે જેની તમને આશા રહેશે નહીં.વડીલો સાથે વાતચીત કરતી સમયે ધ્યાન રાખો કે નકારાત્મક અને અપશબ્દોનો પ્રયોગ ન કરો. નહીંતર તેમની નિરાશા સહન કરવી પડી શકે છે. આળસ અને સુસ્તીને તમારા ઉપર હાવી થવા દેશો નહીંકાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ હાલ મંદ જ રહી શકે છે.તમારી કોઇ બેદરકારી અને સુસ્તીના કારણે ઘરના સભ્યોની નિરાશા સહન કરવી પડી શકે છે.નકારાત્મક વિચારોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

ગ્રહ સ્થિતિ આજે થોડી અનુકૂળ રહેશે. અટવાયેલું કે ઉધાર આપેલું ધન પાછું મેળવવા માટે સમય અનુકૂળ છે. એટલે કોશિશ કરતા રહો. અનુભવી તથા વડીલ વ્યક્તિઓના સાનિધ્યમાં થોડો સમય પસાર થશે.તમારી કોઇ વાત મન પ્રમાણે પૂર્ણ ન થવાથી મન પરેશાન રહી શકે છે. ગભરાશો નહીં અને તમે આત્મસન્માન સાથે કોઇ પ્રકારનો સમજોતો પણ ન કરો. સમય પ્રમાણે ધીમે-ધીમે પરિસ્થિતિ અનુકૂળ થઇ જશે.વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.ઘરનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકારી ન કરો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here