સીટી બસ ડ્રાઈવરની દાદાગીરી

સીટી બસ ડ્રાઈવરની દાદાગીરી
સીટી બસ ડ્રાઈવરની દાદાગીરી
અકારણ નજીવી બાબતમાં એક બાઈક ચાલક પર તૂટી પડ્યારસ્તા પર બસો રેઢી મૂકી દઈ, લોકોને રઝળાવી ગુંડાઓની જેમ મારામારી કર્યાની ઘટનાથી લોકોમાં ચકચારસિટી બસોનાં ડ્રાઈવરોની માફીયાગીરીને રોકવાના કડક પગલા લેવા જરૂરીવિજય બાવાજી નામના સિટી બસ ડ્રાઈવરની અંતે પોલીસે કરી ધરપકડ

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે-દિવસે ગંભીર બની રહી છે. ત્યારે રાજકોટ મનપા સંચાલિત સિટી બસનાં ડ્રાઈવરો અવારનવાર એમના બેફામ વર્તન, વાણીવિલાસ અને ફરજ પાલનમાં ઘોર ગંભીર બેદરકારીને કારણે શહેરીજનો તથા શહેરનાં વ્યવસ્થા તંત્ર માટે ગંભીર પડકાર સમાન બની ગયા છે.

પોલીસ અવારનવાર ગુંડાગીરી આચરતા સિટી બસનાં ડ્રાઈવરો સામે કેમ લાલઆંખ કરતી નથી. એ સવાલ આજે શહેરભરમાં ચર્ચાઈ રહ્યો છે. આજે જાહેર માર્ગ પર સાવ મામુલી બાબતમાં સિટી બસનાં ડ્રાઈવરોએ બસો રસ્તા પર રેઢી મૂકી દીધી હતી અને એક બાઈક ચાલક પર સાગમટે તૂટી પડ્યા હતા.

નજરે જોનારા શહેરીજનોએ જણાવ્યા મુજબ એક ડ્રાઈવરને તો એટલું બધું સુરાતન ચડી ગયું હતું કે બીજા ડ્રાઈવર થાકી ગયા પણ આ ડ્રાઈવર મારામારી કરતો થાક્યો જ ન હતો. એ બિચારા બાઈક ચાલકને ઉપરા ઉપર કેટલીવાર સુધી થપડો મારતો રહ્યો હતો. બિચારા બાઈક ચાલકને શું કરવું એ સુજતુ ન હતું.

એ રૂટ પરના ડ્રાઈવરોએ કારણો વિના બસો રોકી દીધી હતી અને બાઈક ચાલક સાથે મુક્કા યુધ્ધમાં સામેલ થઇ ગયા હતા. પરિણામે સેંકડો ઉતારુંઓને ભારે હેરાનગતિ ભોજવી પડી હતી. છેવટે એ-ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મારામારી કરવા બદલ વિજય બાવાજી નામના સિટી બસ ડ્રાઈવરની ધરપકડ કરી દીધી હતી.

પોલીસે આ દિશામાં હવે કડક હાથે કામ લઇ પગલા લેવાની જરૂર છે. સિટી બસ ડ્રાઈવરો સમગ્ર કાયદો વ્યવસ્થા માટે એક ગંભીર પડકાર જેવા બની ગયા છે. કારણ વિના બસનાં ઉતારુંઓ સાથે ચડભડ કરવી એ તો સામાન્ય થઇ ગયું છે. ભરચક ટ્રાફિક હોય તો પણ બેફામ બસ દોડાવવામાં આવે છે

Read About Weather here

અને ક્યારેક તો લોકોનાં જીવ ઉંચા થઇ જાય છે. મનપા તંત્ર તો કદી આ દિશામાં વિચારતું જ નથી અને લોક ફરિયાદ સાંભળતું નથી. એટલે પોલીસ સિટી બસોમાં આ બેફામ ડ્રાઈવરોને વશમાં લેવાના પગલા લે અને કાયદાનું ભાન કરાવે એવી શહેરીજનોની જોરદાર લાગણી છે.(૨.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here