નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા ખુલ્લું આમંત્રણ

નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા ખુલ્લું આમંત્રણ
નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા ખુલ્લું આમંત્રણ

આવનારા દિવસોમાં ગુજરાતનાં રાજકારણમાં મોટી ઉથલ પાથલનાં એંધાણ
શંકરસિંહ, નરેશ પટેલ જેવા આગેવાનો સાથે ચર્ચા-વિચારણા થઇ રહી છે: જગદીશ ઠાકોર
ખોડલધામમાં નરેશ પટેલને મળતા યુવરાજસિંહ
નરેશ પટેલને ફક્ત પાટીદાર તરીકે ન જુઓ: લલિત વસોયા
નરેશ પટેલ, શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસમાં સ્વાગત કરવા તૈયાર છીએ: રઘુ શર્મા
તેઓ તમામ સમાજને સાથે લઈને ચાલનારા છે, કોંગ્રેસનાં ધારાસભ્ય ઓળઘોળ
ખેડૂતોને થતા અન્યાયનાં મુદ્દા પર ‘આપ’ નેતાની રજૂઆત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. એવા સમયે કેટલાક ટોચનાં સામાજીક અને રાજકીય નેતાઓને કોંગ્રેસમાં પ્રવેશ કરવા માટે કોંગ્રેસે આજે ખુલ્લે આમ રીતસર જાહેર આમંત્રણ આપી દીધું છે. કોંગેસનાં પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આજે એવી સૂચક ઘોષણા કરી હતી કે, શંકરસિંહ વાઘેલા તથા નરેશ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત કરવા અમે તૈયાર છીએ.

Visit Saurashtra Kranti Homepage here

નવી દિલ્હીથી આજે જ અમદાવાદ આવી પહોંચેલા પ્રદેશ કોંગ્રેસનાં પ્રભારી ડો.રઘુ શર્માએ સાફ-સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, નરેશ પટેલ મોટો સામાજીક ચહેરો છે. એમનું કોંગ્રેસમાં સ્વાગત કરવા તૈયાર છીએ. આ દિશામાં બંને તરફથી ચર્ચા-વિચારણા ચાલુ છે.

એ જ સૂરમાં નિમંત્રણનાં રૂપમાં નિવેદન આપતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, શંકરસિંહ અને નરેશ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત છે. નરેશ પટેલ સહિતનાં સામાજીક નેતાઓ સાથે ચર્ચા-વિચારણા ચાલી જ રહી છે.

કોંગ્રેસનાં બે ટોચનાં નેતાઓનાં નિવેદનોને પગલે ગુજરાતનું રાજકીય બજાર એકદમ ગરમ થઇ ગયું છે અને આગામી દિવસોમાં મોટાપાયે રાજકીય નવા-જૂની થવાની સંભાવના રાજકીય પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીઓમાં જે રીતે યુ.પી. અને પંજાબમાં આયારામ- ગયારામની રમત ચાલુ થઇ છે. નેતાઓ એકપક્ષની વંડી ઠેકીને બીજા પક્ષમાં જઈ રહ્યા છે. એવા રાજકીય ઘટના ક્રમની ગુજરાતમાં પણ શરૂઆત વહેલી કે મોડી થઇ શકે છે.

એવું રાજકીય સુત્રોનું માનવું છે. અત્રે વાંચકોએ યાદ હશે કે ખોડલધામનાં પ્રણેતા અને પાટીદાર સમાજનાં સન્માનનીય અગ્રણી નરેશ પટેલ અવારનવાર રાજકારણ પ્રવેશ કરવાના સંકેત આપી ચૂક્યા છે પણ હજુ ચોક્કસ નિર્ણય પર આવી શક્યા નથી. રાજકીય સુત્રોનું માનીએ તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો તરફથી એમને પ્રવેશનાં સંકેતો મળી રહ્યા છે. નરેશ પટેલ ખૂદ ખોડલધામમાં ભાજપ અને કોંગ્રેસ બંનેનાં નેતાઓને મળી ચૂક્યા છે.

પણ ક્યાં પક્ષનો હાથ પકડશે. એ વિશે તેઓ મગનું નામ મરી પાડતા નથી અને ઘેરું સસ્પેન્શ યથાવત રાખ્યું છે. પરંતુ આજે બનેલી અણધારી રાજકીય ઘટનામાં કોંગ્રેસે જયારે પક્ષમાં આવવાનું સ્પષ્ટ આમંત્રણ આપી દીધું છે. ત્યારે નરેશ પટેલની શું પ્રતિક્રિયા રહે છે. એ આગામી દિવસોમાં કદાચ જોવા મળશે.શંકરસિંહ વાઘેલાની વાત કરીએ તો ભાજપ છોડી દીધા પછી એમણે પણ કોંગ્રેસમાં જોડાવવાના પરોક્ષ સંકેત અવારનવાર આપ્યા છે અને વખતોવખત ભાજપની સરકાર અને ભાજપ પર અલગ-અલગ મુદ્દાઓને લઈને ટીકા પ્રહારો કરતા રહ્યા છે.

ચૂંટણી વધુ નજીક આવે ત્યારે શંકરસિંહ પણ એમના પતા ખુલ્લા કરે એવી શક્યતા છે. ટૂંકમાં ગુજરાતનાં રાજકારણમાં એકાએક ગરમાવો આવી ગયો છે.નરેશ પટેલનાં રાજકારણ પ્રવેશ અને કોંગ્રેસ દ્વારા અપાયેલા પક્ષમાં જોડાવવાના વિધિવત આમંત્રણને પગલે રાજકીય વર્તુળોમાંથી જાતજાતની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ થઇ ગયું છે. ધોરાજીનાં કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયાએ એવું કથન આપ્યું છે કે, નરેશ પટેલને ફક્ત પાટીદાર તરીકે ન જુઓ. તેઓ તમામ સમાજને સાથે લઈને ચાલનારા નેતા છે.
લલિત વસોયાએ પાટીદાર નેતા કે પાટીદાર સમાજ એ રીતે મુદ્દાનું અર્થઘટન ન કરવા સલાહ આપી હતી. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે, ભાજપ સરકારે રાજદ્રોહનાં કેસો કરીને પાટીદારોને હેરાન કર્યા છે.

Read About Weather here

ખોડલધામનાં પ્રણેતા નરેશ પટેલને આજે આપનાં નેતા યુવરાજસિંહ જાડેજા મળવા માટે પહોંચી જતા અનેક જાતનાં તર્ક-વિતર્ક થઇ રહ્યા છે. આપનાં યુવા અને લડાયક નેતા ગણાતા યુવરાજસિંહે આ મુલાકાત અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કિસાનોને થઇ રહેલા અન્યાયનાં મુદ્દા પર નરેશ પટેલ સાથે વાતચીત થઇ હતી. આપનાં યુવા નેતાની અચાનક પાટીદાર નેતા સાથે મુલાકાતને રાજકીય સુત્રો ભાવિનાં સંકેત સમાન ગણાવી રહ્યા છે. બીજી કશી વિગતો આ મુલાકાત અંગે જાણવા મળી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here