10,000 દીકરીઓના ખાતા ખોલાવી, રૂ.250 આપીશ

10,000 દીકરીઓના ખાતા ખોલાવી, રૂ.250 આપીશ
10,000 દીકરીઓના ખાતા ખોલાવી, રૂ.250 આપીશ

રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાનો પ્રેરક સંકલ્પ

રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી પ્રસંગે 1500 દીકરીઓના બેંક એકાઉન્ટ ખોલી પણ આપ્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલની પ્રેરણાથી રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા દ્વારા તેમના વિસ્તારની 10,000 દીકરીઓના બેંક ખાતા ખોલાવાની પહેલ કરી છે.

તે બદલ ગઈકાલ સુધી લોધિકા તથા કોટડાસાંગાણી તાલુકાના ગામોમાંથી 1500 જેટલા ફોર્મ આવ્યા હતા તે ખાતા ખુલી ગયા હતા અને દરેક દીકરીના ખાતામા 250 રૂપિયા પણ તેમના દ્વારા નાખવામા આવ્યા છે. એક ખરા અર્થના જન સેવક જે પોતાના વિસ્તારની ચિંતા તો કરે જ છે. પણ સાથે તેમના વિસ્તારની છેવાડાના માનવી સુધી રાજ્ય તથા કેન્દ્ર સરકારની યોજનાઓ લાભ અપાવવામાં હર હંમેશા તત્પર હોઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાંની આ સુક્ધયા યોજનાની જાણ થતા તેઓએ સંકલ્પ લીધો કે મારા 71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારની 10,000 દિકરીઓના ખાતા ખોલોવી દઈશ તથા દરેક દિકરીના ખાતામાં 250 રૂપિયા પણ પોતાના સ્વખર્ચે આપીશ.

મતવિસ્તારના ભારતી જનતા પાર્ટીના સૌ અગ્રણી પણ આ સેવાના કામમાં જોડાયેલા છે.

Read About Weather here

વિવિધ સોસાયટીમાં કેમ્પ કરીને ફોર્મ ભરીને ખાતા ખોલાવવા માટે આગળ આવી રહ્યા છે. આથી લોકોને જણાવ્યું કે, સુક્ધયા યોજનાના ફોર્મ તેમની ઓફીસ ખાતેથી સરળતાથી મળી રહેશે તથા ત્યાં વિનામૂલ્યે ફોર્મ ભરી આપશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here