વાંકાનેરમાં યુવતીઓને નિ:શુલ્ક સેનેટરી પેડ વિતરણ

વાંકાનેરમાં યુવતીઓને નિ:શુલ્ક સેનેટરી પેડ વિતરણ
વાંકાનેરમાં યુવતીઓને નિ:શુલ્ક સેનેટરી પેડ વિતરણ

મેંગોપીપલ પરિવાર દ્વારા પ્રોજેકટ મુસ્કાન અંતર્ગત અનોખું જાગૃતિ અભિયાન

તાજેતરમાં વાંકાનેરમાં દીકરીઓને મેંગોપીપલ પરીવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત નિ:શુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવેલ હતું.

મેંગોપીપલ પરીવારનાં મોનાબેન દ્વારા દીકરીઓને તેમની સરળ ભાષામાં સેનેટરી પેડ વિશેના ફાયદા અને શારીરિક સ્વચ્છતા વિશેની સમજણ આપવામાં આવી હતી. મેંગોપીપલ પરીવારના મનીષભાઈ રાઠોડ, રૂપલબેન રાઠોડ, સિડીપીઓ મયુરીબેન ઉપાધ્યાય, સુપરવાઈઝર વૈશાલીબેન પટગીર, પુર્ણા ક્ધસલટન્ટ મયુરભાઈ સોલંકી, ટ્રેનર નીતાબેન, તથા હેલ્પર બહેનો દ્વારા જહેમત ઉઠવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર છેલ્લા 8 વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે. સંસ્થા આવા બાળકો માટે રાજકોટ તથા જામનગર માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉપરાંત સંસ્થા દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન દ્વારા સ્લમ વિસ્તારોની બહેનો દીકરીઓને નિ:શુલ્ક સેનેટરી પેડ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

Read About Weather here

આવા સતકર્મોમાં સહભાગી થવા માટે અને સંસ્થાની વધુ માહિતી માટે મનીષભાઈ રાઠોડ (મો9276007786) નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here