આર.ટી.ઓ. પાસે બંગડીના કારખાનામાં ભીષણ આગ

આર.ટી.ઓ. પાસે બંગડીના કારખાનામાં ભીષણ આગ
આર.ટી.ઓ. પાસે બંગડીના કારખાનામાં ભીષણ આગ

શોર્ટ સર્કિટથી આગ ભભૂકયાની શકયતા: પ્લાસ્ટીકની બંગડીનો વેસ્ટેજ છોલનો જથ્થો સહિતની ચીજ-વસ્તુ ખાક

રાજકોટમાં આરટીઓ પાસે મનહર સોસાયટીમાં આવેલા બંગડીના છોલનો મોટો જથ્થો ભરેલા ગોડાઉનમાં સવારે ભિષણ આગ લાગી હતી અને ટોળા ભેગા થઇ ગયા હતા. પ્લાસ્ટીકનો વેસ્ટેજ છોલનો મોટો જથ્થો અહિ રખાયો હોઇ તેના સહિતની ચીજ-વસ્તુઓ બળી જતાં લાખોનું નુકસાન થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

આરટીઓ પાસે આવેલી મનહર સોસાયટીમાં આવેલા નવીનભાઇની માલિકીના ગોડાઉનમાં સવારે આગ ભભૂકતાં અને મોટી જ્વાળાઓ સાથે ધૂમાડાના ગોટેગોટા નીકળવા માંડતા લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતાં. ગોડાઉનના વંડામાં પ્લાસ્ટીકની બંગડીના છોલનો વેસ્ટેજ જથ્થો મોટા પ્રમાણમાં રાખવામાં આવ્યો હતો. જેમાં આગ ભભૂકી હતી.

બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં ત્રણ ફાયર ફાઇટર તાબડતોબ પહોંચ્યા હતાં અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આગમાં પ્લાસ્ટીક છોલનો મોટો જથ્થો ખાક થઇ ગયો હોઇ લાખોનું નુકસાન થયું છે. ગોડાઉનના પટ સાથે ત્રણ ઓરડીઓ છે. તેમાં રાખેલો માલ પણ બળી ગયાનું જાણવા મળ્યું છે. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે.

Read About Weather here

ગોડાઉનની બાજુમાં રહેતાં જીતેન્દ્રભાઇ નામના નાગરિકે ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરી હતી. બંગડી બનાવતી વખતે નીકળતા વેસ્ટેજ છોલને અહિ મોટા પ્રમાણમાં સાચવવામાં આવ્યો હતો.(9)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here