‘વન નેશન, વન ઈલેક્શન’ની ફરી જોરદાર હિમાયત કરતા મોદી

કેન્‍દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર
કેન્‍દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર

ભાજપનાં પેજ પ્રમુખો અને પેજ સમિતિનાં કાર્યકરો સાથે ખાસ સંવાદ: વારંવાર ચૂંટણીઓ થવાથી વિકાસ અવરોધાય છે, વિપક્ષ પણ મંથન કરે: વડાપ્રધાન
હું નેતા નહીં માત્ર સાથી અને સેવક છું, અમારૂં સંગઠન એ જ અમારો પરિવાર
ગુજરાતમાં વિકાસનાં મુદ્દા પર ભાજપ ચૂંટણી લડશે: પાટીલ
લોકસંપર્કનાં કાર્યક્રમો ચૂંટણી આવે ત્યાં સુધી થતા રહેશે: વિધાનસભા ચૂંટણીઓ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખની સૂચક ઘોષણા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ની જરૂરિયાત પર વધુ એકવખત ભાર મુક્યો હતો અને સ્પષ્ટ જણાવ્યું હતું કે, સતત થતી ચૂંટણીઓને કારણે વિકાસ અવરોધાય જાય છે. એટલે વન નેશન અને વન ઈલેક્શન પર વિચારણા કરવી જરૂરી બની છે. વિરોધ પક્ષોને પણ મંથન કરવા વડાપ્રધાને અનુરોધ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતનાં પેજપ્રમુખો અને પેજસમિતિનાં ભાજપ કાર્યકરો સાથે નમો એપ માધ્યમથી ખાસ સંવાદ કરતા વડાપ્રધાને હિમાયત કરી હતી કે, સતત અને વારે-વારે યોજાતી ચૂંટણીઓ વિકાસને અવરોધે છે. આજે આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે એક રાષ્ટ્ર એક ચૂંટણીનાં વિચાર પર આપણે મનોમંથન કરવું જોઈએ.

તેમણે કહ્યું હતું કે, 25 જાન્યુઆરી 1950 નાં રોજ ચૂંટણી પંચની રચના કરવામાં આવી હતી .ચૂંટણી પંચનાં દરેક આદેશોનું પાલન કરવામાં આવે છે. આપણા દેશની ચૂંટણી પ્રક્રિયા વિશ્ર્વ આખા માટે ઉદાહરણરૂપ બની છે. તેમણે દર્શાવ્યું હતું કે, ઈવીએમથી સારા પરિણામ આવે છે.

તેમણે દરેક પેજપ્રમુખોને 75 ટકા મતદાન કરાવવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું અને જણાવ્યું હતું કે, લોકતંત્રની મજબૂતી માટે મતદાન જરૂરી છે. તેમણે નમ્રભાવે ઉમેર્યું હતું કે, હું નેતા નહીં બલ્કે સાથી અને સેવક છું. અમારું સંગઠન એ જ અમારો પરિવાર છે. મારી પહેલી ઓળખ એક કાર્યકર્તા તરીકેની જ છે. વડાપ્રધાન સાથેનાં સંવાદમાં તમામ પેજપ્રમુખો અને પેજસમિતિનાં સભ્યો એવા તમામ ભાજપ કાર્યકરો જોડાયા હતા.

ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ વર્ચ્યુઅલ જોડાયા હતા.ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણીઓ બિલકુલ નજીક આવી રહી છે ત્યારે ભાજપની વ્યૂહરચનાનો સ્પષ્ટ સંકેત આપતા ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મહત્વપૂર્ણ ઘોષણા કરી હતી કે, ગુજરાતમાં વિકાસનાં મુદ્દા પર ભાજપ ચૂંટણી લડશે. પ્રદેશ પ્રમુખે ચૂંટણી વ્યૂહરચનાનો ખ્યાલ આપતા જણાવ્યું હતું કે, લોક સંપર્કથી સાથે-સાથે વિકાસ એ અમારો મુખ્ય મુદ્દો રહેશે.

Read About Weather here

ચૂંટણીઓ સુધી લોકસંપર્કનાં કાર્યક્રમો યોજવામાં આવશે. ભાજપ સરકારની કામગીરી અને યોજનાઓની હકીકતોથી લોકોને વાકેફ કરવામાં આવશે. આ રીતે ગુજરાતમાં વિકાસ સિવાયનાં અન્ય મુદ્દાઓ પર ચૂંટણી જંગ જામશે. એવા તમામ અનુમાનો અને અટકળોની આંધી પર ભાજપનાં પ્રદેશ વડાએ પૂર્ણવિરામ મૂકી દીધો છે અને સાફસાફ જાહેર કરી દીધું છે કે, ભાજપ વિકાસનાં મુદ્દાને આગળ લઈને ચૂંટણી પ્રચાર કરશે અને લોકો સુધી જશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here