રૂ.12.33 કરોડના કામો મંજુર કરાવતા ધારાસભ્ય જવાહર ચાવડા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આયોજન બહારના રસ્તાઓ મંજુરી મળતા આવકાર

માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના જૂનાગઢ જીલ્લાના માણાવદર મતવિસ્તારમાં ધારાસભ્ય જવાહર ચાવડા દ્વારા માણાવદર, મેંદરડા અને વંથલી તાલુકાના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આયોજન બહારના રસ્તાઓના બાંધકામની કામગીરી માટે રૂ.12.33 કરોડના કામોને મંજુર કરી જોબ નંબર આપવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે આગળની પ્રક્રિયા હાથ ધરવા માટે સબંધિત કાર્યપાલક ઈજનેરને સુચના પણ આપવામાં આવી છે. ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ જણાવેલ હતું કે મતવિસ્તારમાં આ રસ્તાઓ માટે સ્થાનિક કક્ષાએથી રજૂઆત મળતા માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશભાઈ મોદીને રજૂઆત કરી હતી.

Read About Weather here

જેને મંજુર કરવામાં આવી હતી. માણાવદર તાલુકાના બાંટવા-થાપલા જીઈનીંગ ટૂ એકલેરા રોડ નોન પ્લાન 11.80 કી.મી. લંબાઈના રોડ માટે રૂ.600 લાખ, મેંદરડા તાલુકાના ગુંદાળા-ઝીંઝુડા નોન પ્લાન 5.10 કી.મી. લંબાઈના રોડ માટે રૂ.333 લાખ અને વંથલી તાલુકાના નાના કાજલીયાળા-મોટા કાજલીયાળા નોન પ્લાન 4.00 કી.મી. લંબાઈના રોડ માટે રૂ. 300 લાખના ખર્ચ મળી કુલ 12.33 કરોડના ખર્ચે કુલ 20.90 કી.મી. લંબાઈ નોન પ્લાન રસ્તાઓને કાચાથી ડામર મઢવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here