એ કમભાગી પાટીદાર પરિવારે રૂ.65 લાખ આપ્યા છતાં…!!

એ કમભાગી પાટીદાર પરિવારે રૂ.65 લાખ આપ્યા છતાં…!!
એ કમભાગી પાટીદાર પરિવારે રૂ.65 લાખ આપ્યા છતાં…!!

અમેરિકાની લાલચ આપી લોકોને ખંખેરતા કહેવાતા ઠગ એજન્ટોનો રાફડો ફાટ્યો
હજુ ત્રણ પરિવારો અમેરિકા જવા નિકળ્યા બાદ ગુમ થયાનું પોલીસમાં જાહેર: ગુજરાતનાં અનેક પરિવારો પાસેથી લાખો કરોડો ખંખેરતા એજન્ટો બાદમાં આવા પરિવારોને અમેરિકાની સરહદ પાસે રેઢા મૂકી દેતા હોવાનો ધડાકો: કલોલ તાલુકાનાં પટેલ પરિવારનાં મોતની સીઆઈડી ક્રાઈમ દ્વારા વેગીલી તપાસ
અનેક ચોંકાવનારા અને ધ્રુજાવી દેનારા તથ્યો બહાર આવ્યા
માનવ તસ્કરીનું જબરું ષડ્યંત્ર ચાલતું હોવાનો ધડાકો

ગઠીયા અને ઠગબાજ એજન્ટોની વાતોમાં ફસાઈને કેનેડા થઇ અમેરિકામાં પ્રવેશ કરવાની આશા અને સપના સાથે કેનેડા પહોંચેલા પટેલ પરિવારની આશાઓ બરફની કબરમાં દટાઈ ગયાની ઘટના અંગે ચાલી રહેલી તપાસમાં માનવ તસ્કરીનું એક પ્રચંડ અને વ્યાપક ભયાનક ષડ્યંત્ર બહાર આવી રહ્યું છે. ગુજરાત સીઆઈડી ક્રાઈમની ટીમ દ્વારા ચાલી રહેલી તપાસમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

માર્યા ગયેલા પરિવાર પાસેથી એજન્ટોએ અમેરિકા પહોંચાડવા માટે રૂ. 65 લાખ જેવી તગડી રકમ ખંખેરી લીધી હતી. છતાં આ કમનશીબ પરિવાર અમેરિકા પહોંચી શક્યો ન હતો. કેનેડામાં હિમ જંજાવાત અને માઈન્સ 25 ડિગ્રી જેવી અતિશય કાતિલ ઠંડીને કારણે જગદીશ પટેલ (ઉ.વ.35), એમના પત્ની વૈશાલી (ઉ.વ.33) અને બે માસુમ બાળકો વિહંગ (ઉ.વ.12) તથા ધાર્મિક (ઉ.વ.3) કરૂણ રીતે મૃત્યુને ભેટ્યા હતા.

તેવું સીઆઈડી ક્રાઈમની ઊંડી તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં ધડાકો થયો છે કે કલોલ તાલુકાનાં ડીંગુચા ગામનો આ પરિવાર અમેરિકા લઇ જવાની લાલચ આપતી માનવ તસ્કર ટોળકીનાં ફાસલામાં ફસાઈ ગઈ હતી અને નાણાની સાથે જીવ પણ ગુમાવ્યો હતો. આ ચારેય કમભાગીની સાથે-સાથે બીજા પણ ઘણા બધા ભારતીય નાગરિકો કેનેડાથી અમેરિકા જવાના હતા. ઠગ ટોળકીએ અમને ત્યાં ભેગા કર્યા હતા.

આ બધાને માઈન્સ 35 ડિગ્રી જેવી થીજાવી દેતી ઠંડી વચ્ચે 11 કિ.મી. જેટલા અંતર સુધી ચાલવાની ફરજ પાડવામાં આવી હતી. રાતનો સમય હોવાથી જગદીશ પટેલ અને એમનો પરિવાર એ જૂથની અલગ પડી ગયા હતા. સવારે ચારેયનાં મૃતદેહ અમેરિકા સાથેની બોર્ડર પર કેનેડા બાજુએ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, અમદાવાદનાં એક સ્થાનિક એજન્ટ દ્વારા પટેલ પરિવાર સહિતનાં અન્ય લોકોને જાન્યુઆરીનાં પ્રારંભે કેનેડા મોકલવામાં આવ્યા હતા. છેલ્લા 4 વર્ષથી આ શખ્સ કેનેડાથી અમેરિકા માનવ તસ્કરીનો ગોરખધંધો ચલાવી રહ્યો છે.

શરૂઆતમાં આ શખ્સ થાઈલેન્ડ જેવા નાનાં દેશોમાં લોકોને મોકલે છે. સહેલાણી તરીકે એમની છાપ ઉભી કરી બાદમાં ટુરીસ્ટ વિઝા પર કેનેડા મોકલે છે. ત્યાંથી વાન કે મોટર મારફત અમેરિકામાં ઘુસાડવામાં આવે છે. એકલા ડીંગુચા ગામમાંથી આવા 10 પરિવારોને મોકલવામાં આવ્યા છે. જેમાંથી 3 પરિવારોનો સંપર્ક થયો નથી. તેવું ગામનાં લોકોએ જણાવ્યું હતું. અમેરિકાનાં સપના જોતા લોકોને ખંખેરવા માટે બદમાશ એજન્ટોનું એક મોટું નેટવર્ક ઉભું થયું છે.

Read About Weather here

જેઓ કાયદેસરનાં વિઝા વિના લોકોને અમેરિકા મોકલવાના વાયદા કરે છે. પોલીસે જણાવ્યા મુજબ એજન્ટો અમેરિકા મોકલવા માટે દરેક એક વ્યક્તિદીઠ રૂ. 70 લાખ અને બાળક દીઠ રૂ. 25 લાખની તગડી ફી ગેરકાયદે ખંખેરી લે છે. એ કમભાગી પટેલ પરિવાર પાસેથી પણ રૂ. 65 લાખ યા દોઢ કરોડ પહેલા ખંખેરી લેવાયા હોવાનું સ્થાનિક લોકોએ ભીતિ વ્યક્ત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here