માણેકવાડાના હત્યા કેસમાં આઠ શખ્સોનો નિર્દોષ છૂટકારો

માણેકવાડાના હત્યા કેસમાં આઠ શખ્સોનો નિર્દોષ છૂટકારો
માણેકવાડાના હત્યા કેસમાં આઠ શખ્સોનો નિર્દોષ છૂટકારો

બચાવપક્ષે પિયુષ શાહ, ભગીરથસિંહ ડોડીયા સહિતની વકીલ પેનલની સચોટ દલીલો માન્ય

રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી તાલુકાના ગામ માણેકવાડાના રહેવાસી અજય નાનજીભાઈ સોંદરવાએ તેના પિતા રાજેશભાઈ નાનજીભાઈ સોંદરવાના ખુનના ગુન્હા અંગે માણેકવાડા ગામના અજયસિંહ ઉર્ફ ઘનુભા ચંદુભા જાડેજા, મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, હરદીપસિંહ ઉર્ફ માલી નરેન્દ્રસિંહ જાડેજા, દીવ્વરાજસિંહ ઉર્ફ કુમારસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, ધુવરાજસિંહ અજયસિંહ ઉર્ફે ઘનુભા જાડેજા, યશપાલસિંહ અજીતસિંહ ઉર્ફે કરણુભા જાડેજા, દીપેન્દ્રસિંહ અજીતસિંહ ઉર્ફ કરણુભા જાડેજા, હરદીપસિંહ ઉર્ફ ભાણુભા બહાદુરસિંહ ગોહીલ વિરૂધ્ધ ફરીયાદ 2019માં કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં આપેલી હતી.

તેમાં અગાઉ પિતા નાનજીભાઈ સોંદરવાની આરોપીઓએ 2018માં ધાતકી રીતે હત્યા કરેલી હતી.

જે કેસમાં સજા પડાવવા માટે રાજેશ સોંદરવા કાર્યવાહી કરતો હોય. તેનો ખાર રાખી અજયસિંહ ઉર્ફે ઘનુભા ચંદુભા જાડેજા તથા મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજાએ કાવતરૂ રચી નાનજીભાઈના પુત્ર રાજેશ સોંદરવાની હત્યા કરી મોત હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ ખુની સીલસીલાની રાજય સરકારે ગાંધીનગર સી.આઈ.ડી. કાઈમને તપાસ સોંપેલ હતી અને તમામ આરોપીઓની ધરપકડ કરી સાહેદોના નિવેદન નોંધી અને હથિયારો કબ્જે કરી ચાર્જશીટ કરેલ હતું.

જે કેસ નામદાર સેશન્સ અદાલતમાં ચાલવા ઉપર આવેલ જેમાં કુલ 27 સાક્ષીઓને તપાસવામાં આવેલ હતા. જેમાં બે સાક્ષી પોલીસ કોન્સ્ટેબલો, ફરીયાદી તથા ગુજરનાર સગાવ્હાલાઓ અને તપાસનીશ ડે.વાય.એસ.પી.ની જુબાની ફરીયાદપક્ષ દ્વારા લેવામાં આવી હતી.

પુરાવા અને સાક્ષીઓની જુબાની પુર્ણ થયા બાદ બચાવપક્ષે રજૂઆત કરેલી હતી કે નજરે જોનાર સાહેદ ચારથી પાંચ અજાણ્યા માણસો જણાવે છે જયારે ફરીયાદી અને બંને સાક્ષી કોન્સ્ટેબલો આઠ આરોપીઓના નામ જણાવે છે. બંને સાક્ષી કોન્સ્ટેબલોની પેટ્રોલ બુકો રજુ થયેલ છે તે પાછળથી ઉચ્ચ અધિકારીઓના દબાણથી ઉભી કરવામાં આવી છે.

બંને સાહેદોના નિવેદનો ખુબજ મોડા લેવામાં આવેલ છે અને તેઓ બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ હોવા છતા લાંબો સમય મૌન રહેલ છે. સમગ્ર ચાર્જશીટ ધ્યાને લેવામાં આવે તો તપાસનીશ અધિકારીઓએ આરોપીઓને સંડોવવા એકતરફી કાર્યવાહી કરી છે. તપાસમાં ઘણીબધી ખામીઓ પણ રાખવામાં આવી છે.

આમ દસ્તાવેજી પુરાવાઓ અને સાહેદોની જુબાની તથા બચાવપક્ષની દલીલો અને કાયદાકીય આધારો ધ્યાને લઈ ગોંડલના મહે. સેશન્સ જજએ તમામ આરોપીઓને સદરહું કેસમાં છોડી મુકવા હુકમ કરેલ છે.

Read About Weather here

આ કામમાં બચાવપક્ષે પિયુષભાઈ શાહ, ભગીરથસિંહ ડોડીયા, વિજયસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, ખોડુભા સાકરીયા, જયપાલસિંહ સોલંકી, દીપ વ્યાસ, નીવીદ પારેખ, વિગેરે એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here