રાજકોટ સિવિલ હોસ્પિટલના 50 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા

રાજકોટ સિવિલ હોસ્પિટલના 50 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા
રાજકોટ સિવિલ હોસ્પિટલના 50 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા

તમામ હોમ આઇસોલેશનમાં : એક પણ અધિકારી કે કર્મચારીને હોસ્પિટલાઈઝ કરવા પડ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ નહીં

શહેરો તરફથી કોરોના ધીરે ધીરે ગામડાઓ તરફ જઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમા કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે. સૌરાષ્ટ્રમા વધતા કેસોએ આરોગ્ય વિભાગને દોડતુ કર્યુ છે, આવામાં હવે રાજકોટ સિવિલ હોસ્પિટલના 50 કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં 50 જેટલા કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. સિવિલના નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીઓ, તબીબો સહિત 50 કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું કે, તમામ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલના 50 જેટલા આરોગ્ય લક્ષી સેવા બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ સહિત સમગ્ર વિશ્ર્વભરમાં હાલ કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે. ત્યારે પ્રથમ લહેરને દ્વિતીય લહેરની જેમ જ હાલ ત્રીજી લહેરમાં પણ ફ્રન્ટલાઈન વોરિયર્સ કોરોના સંક્રમિત થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

તાજેતરમાં જ રાજકોટ શહેર પોલીસ વિભાગના ડીસીપી, એસીપી સહિત 45 જેટલા પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત થયાનું સામે આવ્યું હતું. ત્યારે હાલ રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલના 50 જેટલા આરોગ્યલક્ષી સેવા બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.

મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ આર. એસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 50 જેટલા અધિકારીઓ તેમજ કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. તમામ હાલ હોમ આઈસોલેશનમાં છે. એક પણ અધિકારી કે કર્મચારીને હોસ્પિટલાઈઝ કરવા પડ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ નથી થયું.

Read About Weather here

ગુજરાતમાં દર કલાકે 965 લોકોને કોરોના ડંખી રહ્યો છે. એક દિવસમાં કોરોનાને લીધે 15 લોકોનાં મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના નવા 8332, સુરતમાં 2488, વડોદરામાં 3709 જ્યારે રાજકોટમાં 2029 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 10,103 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here