ભક્તિનગર સર્કલ પાસે સિટી બસમાં આગ: જાનહાની ટળી

ભક્તિનગર સર્કલ પાસે સિટી બસમાં આગ: જાનહાની ટળી
ભક્તિનગર સર્કલ પાસે સિટી બસમાં આગ: જાનહાની ટળી

બે સ્કૂટરને નુકસાન: ફાયરબ્રિગેડે 15 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી: શોટસર્કિટને કારણે આગ લાગ્યાનું તારણ

આજે સવારે 9:30 વાગ્યાના અરસામાં ભક્તિનગર સર્કલ પાસે ટર્ન લેતી વખતે સિટી બસમાં અચાનક જ આગ ફાટી નીકળતાં પસાર થઈ રહેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. સદ્ભાગ્યે બસમાં બેઠેલા બન્ને મુસાફરો સમયસર બહાર નીકળી જતાં મોટી દૂર્ઘટના ટળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ બજરંગવાડી રૂટ પર ચાલતી સિટી બસ આજે સવારે 9:30 વાગ્યા આસપાસ ભક્તિનગર સર્કલ પાસે ટર્ન લેતી વખતે અચાનક સળગવા લાગી હતી. બસમાંથી ધૂમાડા નીકળવા લાગતાં ત્યાંથી પસાર થઈ રહેલા વ્યક્તિએ તુંત ફાયરબ્રિગેડને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી આવેલા ફાયરબ્રિગેડે 15 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.

જાણવા મળ્યા પ્રમાણે આગ લાગી ત્યો બસમાં બે મુસાફરો અંદર બેઠા હતા પરંતુ જેવી આગ લાગી કે ડ્રાયવર અને કંડક્ટરે બ્રેક મારી દેતાં ચારેય હેમખેમ નીચે ઉતરી જવા પામ્યા હતા. આગને કારણે ભક્તિનગર સર્કલ પાસે પડેલા બે સ્કૂટરને નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે.

બનાવની જાણ થતાં ભક્તિનગર પીઆઇ જે. ડી. ઝાલા સહિતની ટીમ પહોંચી ગઇ હતી. ઇન્વે. ટીમના એએસઆઇ એન. જી. ભદ્રેચા, મયુરભાઇ ઠાકર સહિતનો સ્ટાફ પણ પહોંચ્યો હતો અને ઘટના સ્થળે એકઠા થયેલા ટોળા વિખેર્યા હતાં. પોલીસે પ્રાથમિક તપાસ કરતાં એવું જાણવા મળ્યું હતું કે આ સિટિ બસ બજરંગવાડીથી મુસાફરો ભરીને ભક્તિનગર સર્કલ ખાતે આવી હતી. મુસાફરો ઉતરી ગયા બાદ ફરી બજરંગવાડીમાં જવા માટે બસ તૈયાર હતી. બીજા મુસાફરો બેસે એ પહેલા ડ્રાઇવર ગિરીશભાઇ છોટાલાલ પંડયાએ સેલ્ફ મારતા જ વાયરીંગમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળવા માંડયા હતાં.

Read About Weather here

આ સાથે જ સમયસુચકતા વાપરી ડ્રાઇવર તથા કંડકટર નિતીનભાઇ મગનભાઇ ખસીયા તાબડતોબ નીચે ઉતરી ગયા હતાં. જેની થોડી જ મિનિટો બાદ ભડકો થયો હતો અને આખી બસ આગમાં લપેટાઇ જતાં ધૂમાડાના ગોટેગોટા નીકળવા માંડયા હતાં. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. એન્જીનમાં કે વાયરીંગમાં સ્પાર્ક થતાં આગ ભભૂક્યાનું પ્રાથમિક તારણ છે. ખરેખર આગ કઇ રીતે લાગી? તે જાણવા પોલીસ એફએસએલની મદદ લઇ આગળ તપાસ કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here