રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી અને જેતપુરમાં રાત્રિ કર્ફ્યુ જાહેર કરતા કલેક્ટર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

અનિવાર્ય સંજોગોમાં બહાર જનાર વ્યક્તિઓએ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને ઓળખ પત્ર તથા સારવાર ને લગતા અન્ય પુરાવાઓ રજૂ કર્યેથી અવરજવરથી પરવાનગી આપી શકાશે

કોરોનાની વૈશ્વિક મહામારીની પરિસ્થિતિ સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ આગામી તા. 29 જાન્યુઆરી 2022 સુધી રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર અને ધોરાજી શહેરમાં રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુના આદેશો જારી કર્યા છે.આ ત્રણેય શહેરોમાં દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, લારી, ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડિક ગુજરી બજાર, હેર કટીંગ સલૂન અને બ્યુટી પાર્લર, સ્પા તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાતના દસ કલાક સુધી ચાલુ રાખી શકાશે તથા હોટેલ, રેસ્ટોરન્ટ બેઠક ક્ષમતાના 75 ટકા સાથે રાત્રીના દસ કલાક સુધી ચાલુ રાખી શકાશે હોમ ડીલીવરી 24/7 ચાલુ રાખી શકાશે.

Visit Saurashtra Kranti Homepage here

પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટની બસ સેવાઓ 75% ક્ષમતા સાથે જ્યારે એસ.ટી બસ સેવાઓ મહત્તમ 75% પેસેન્જર કેપેસિટી સાથે ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રી કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. સિનેમાહોલ, જીમ, વોટરપાર્ક, વાંચનાલય, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો વગેરે તેમની બેઠક ક્ષમતાના 50 ટકાથી ચાલુ રાખી શકાશે.

તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરીની સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેકસીનના બે ડોઝ ફરજીયાત રહેશે. જાહેર સ્થળો કામના સ્થળ ઉપર આવન-જાવન સમય લોકોએ માસ્ક પહેરવો અને ચહેરો ઢાંકવો. જાહેર સ્થળે તમામ વ્યક્તિએ ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જાળવવાનું રહેશે. જેની ખાતરી દુકાનદારોએ કરવાની રહેશે. જાહેર સ્થળોએ થુંકવા બદલ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે રાજ્ય સરકારના વખતો વખતના હુકમથી આપવામાં આવેલા આદેશો તથા માર્ગદર્શક સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. બીમાર વ્યક્તિ, સગર્ભા, અશકય વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્સ સાથે અવરજવર કરવાની છૂટ રહેશે મુસાફરોને રેલવે એરપોર્ટ સીટી બસની ટિકિટ રજૂ કર્યે અવરજવરની પરવાનગી આપી શકાશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ જાહેર સમારંભ યોજી શકાશે નહીં.

આવશ્યક સેવાઓ અધિકારી કર્મચારીઓ સાથે સંકળાયેલા નાગરિકો અધિકારીઓ-કર્મચારીઓએ અવર જવર દરમિયાન માગણી કર્યૈથી જરૂરી ઓળખપત્ર રજુ કરવાનું રહેશે અને અનિવાર્ય સંજોગોમાં બહાર જનાર વ્યક્તિઓએ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને ઓળખ પત્ર તથા સારવાર ને લગતા અન્ય પુરાવાઓ રજૂ કર્યેથી અવરજવરથી પરવાનગી આપી શકાશે. અનિવાર્ય સંજોગોમાં વ્યક્તિઓ તેમજ ફરજ પરના અધિકારી કર્મચારીઓએ માનવીય અભિગમ દાખવવો રહેશે.

Read About Weather here

જેતપુર, ધોરાજી અને ગોંડલ શહેરમાં આ હુકમો 29 જાન્યુઆરી સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે તેનું ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here