મહિલાનો ન્યૂડ વીડિયો બનાવો ભારે પડ્યો…!

મહિલાનો ન્યૂડ વીડિયો બનાવો ભારે પડ્યો...!
મહિલાનો ન્યૂડ વીડિયો બનાવો ભારે પડ્યો...!
આરોપીએ યુટ્યૂબ પર મહિલાનો વીડિયો પણ મૂક્યો હતો. મહિલાના પતિએ વીડિયો જોયો અને તેને તેના સાસરેથી પરત મોકલી દીધી. હરિયાણાના પાણીપત જિલ્લાના સનૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

બે બાળકની માતાને બોલાવીને યુવકે કોલ કરીને લગ્ન કરવા માટે ફસાવી અને પછી તેનો ન્યૂડ વીડિયો રેકોર્ડ કરી દીધો. આરોપીએ મહિલાને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી છે, જેની ફરિયાદ મહિલાએ સનૌલી પોલીસ સ્ટેશનમાં આપી હતી.

ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPC 67A અને IT એક્ટ હેઠળ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.સનૌલી પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે તે અધમી ગામની રહેવાસી છે. તેના લગ્ન લગભગ 10 વર્ષ પહેલાં પલવલમાં થયા હતા.

તે બે બાળકની માતા છે. લગભગ એક મહિના પહેલાં તેના પર અનવર નામના યુવકનો ફોન આવ્યો હતો. પહેલા મહિલાએ ખોટો નંબર કહીને કોલ કાપી દીધો હતો તેમ છતાં અનવરે તેને દિવસમાં બે-ત્રણ વાર ફોન કરીને વાત કરવાનું શરૂ કર્યું.

આરોપીએ તેને વીડિયો કોલ કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે તું તારા પતિને છોડી દે, હું તારી સાથે લગ્ન કરીશ.મહિલા તેની વાતમાં આવીને તેણે વીડિયો કોલ કરીને તેના નગ્ન શરીરનો વીડિયો રેકોર્ડ કર્યો. 16 જાન્યુઆરીના રોજ મહિલાના પતિએ યુટ્યૂબ પર વીડિયો જોયો હતો,

Read About Weather here

જે બાદ સાસરિયાંએ મહિલાને ખરું-ખોટું સંભળાવીને પિયર મોકલી દીધી છે. આ પછી તેણે ધમકી આપવાનું શરૂ કર્યું કે તે આ વીડિયો વાઈરલ કરી દેશે. તેણે મહિલાને દરેક જગ્યાએ બદનામ કરવાની ધમકી પણ આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here