ભાજપ સરકારે કોરોના મૃત્યુનાં આંકડા છુપાવ્યા, પણ સુપ્રીમ કોર્ટે ભાંડો ફોડ્યો

ભાજપ સરકારે કોરોના મૃત્યુનાં આંકડા છુપાવ્યા, પણ સુપ્રીમ કોર્ટે ભાંડો ફોડ્યો
ભાજપ સરકારે કોરોના મૃત્યુનાં આંકડા છુપાવ્યા, પણ સુપ્રીમ કોર્ટે ભાંડો ફોડ્યો

રાજકોટમાં કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો
સુપ્રીમ કોર્ટે સરકારને સ્પષ્ટ કહ્યું કે, સરકાર વળતર ચૂકવીને કોઈ ઉપકાર નથી કરતી: મોઢવાડિયા
કોંગ્રેસની ચાર માંગણી
(1) મૃતકોને ચાર લાખનું વળતર,
(2) મેડિકલ ખર્ચની ચૂકવણી, (3) સરકારી તંત્રની નિષ્ફળતાની ન્યાયિક તપાસ,
(4) મૃતકનાં પરિવારને સરકારી નોકરી

કોવિડ મહામારીમાં ભાજપ સરકારના ગુન્હાહીત અને અણઘડ વહીવટને પરિણામે રાજ્યના લાખો નાગરિકોએ તેમના જીવ ગુમાવ્યા છે. ઉપરાંત મૃતકોના આંકડા છુપાવવાના અત્યંત નિંદનીય પ્રયાસો પણ ભાજપની સરકારે કર્યા છે, ત્યારે તાજેતરમાં સુપ્રિમકોર્ટની આકરી ટિપ્પણીઓના સંદર્ભમાં ભાંડાફોડ કરતી હકીકતો બહાર આવી છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

કોંગ્રેસે જણાવ્યું હતું કે, કોરોના મહામારી અંગે કોંગ્રેસ પક્ષની મુખ્ય 4 માંગણીઓ શરૂઆતથી જ રહી છે જેમાં કોવિડથી મૃત્યુ પામેલા દરેક મૃતક માટે રૂ.4 લાખનું વળતર, કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડિકલ ખર્ચની ચુકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ અને કોવિડથી મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના સંતાન કે પરિવારજનો પૈકી કાયમી નોકરી આપવી જોઈએ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર ચુકવવા મામલે થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું કે સરકારી ચોપડે નોંધાયેલા મૃત્યુથી ઘણી વધુ અરજીઓ આવી છે જેમાં અત્યાર સુધીમાં 91,810 અરજીઓ આવી જેમાંથી 58,840 અરજીઓ મંજૂર કરવામ આવી છે. તેમજ 15,000 જેટલી અરજીઓ પેન્ડીંગ છે અને 5000 જેટલી અરજીઓ રીજેક્ટ કરવામાં આવી છે તેમજ 11000 જેટલી અરજીઓ પ્રોસેસમાં છે.

ગુજરાત સરકાર ને સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તકનીકી કારણો પર સરકાર લોકોની અરજીઓ નામંજૂર ના કરે અને જેની અરજી નામંજૂર કરો છો એમને કારણો આપો છો ? સરકાર માફી માંગે એ નહિ ચાલે અને મૃતકોના પરિવારજનોને વળતર ચુકવણીમાં વિલંબ નહિ ચલાવી લેવાય. લોકો સરકારની દયા પર નથી જીવતા સરકાર વળતર ચૂકવીને કોઈની પર ઉપકાર નથી કરતી.

કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયાએ એમ પણ જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીના અમારા નેતા રાહુલ ગાંધી છેલ્લા 5 મહિનાથી કહી રહ્યા છે કે ગુજરાતમાં કોરોનાને કારણે 3 લાખ કરતા વધુ મૃત્યુ થયા છે અને તેમના પરિવારોને જોગવાઈ મુજબ રૂપિયા 4 લાખ મળવા જોઈએ. 3 દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે જણાવ્યું કે તેમણે 68370 કોરોના મૃત્યુ એપ્રુવ કર્યા છે અને બીજા 24000 કલેમ પ્રોસેસમાં છે. કુલ 89633 એ વળતર માટે અરજી કરેલ છે. ગયા અઠવાડિયે ધ સાયન્સ જનરલના ભારતમાં કોરોના મૃત્યુ ના રીપોર્ટમાં જણાવ્યું છે કે ભારતમાં મહામારી ના કારણે સપ્ટેમ્બર 2021 સુધીમાં 35 થી 40 લાખ લોકોના મૃત્યુ થયા છે.

તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ હમણા જણાવ્યું છે કે તે ભારતના કોવીડ મૃત્યુ આંકડા પર વિશ્વાસ કરતુ નથી. વધુમાં કહ્યું કે વળતર બધાજ 3 લાખ પરિવારને જેના પરિવારજન સપ્ટેમ્બર 2021 સુધીમાં મૃત્યુ પામ્યા છે તેમને મળવું જોઈએ. સરકાર મૃતક પરિવારજનો પાસે અરજી કરવાની કેમ અપેક્ષા રાખે છે? તેણે હોસ્પિટલ વગેરે પાસેથી પણ માહિતી મેળવી વળતર આપવું જોઈએ તેમજ આંકડા છુપાવનાર વ્યક્તિઓ સામે પગલા લેવા જોઈએ અને સરકારી કર્મચારીઓના મૃત્યુ થયા છે તેમના પરિવારજનને કાયમી નોકરી આપવી જોઈએ. હાલ સરકાર ત્રીજા વેવમાં જે આંકડા આપે છે તેની ભરોસા પાત્રતા કેટલી ?

Read About Weather here

સરકારે પોતાની અક્ષમતા અને ભૂલનો સ્વીકાર કરી સારી તૈયારી કરવી જોઈએ તેમજ આરોગ્ય વ્યવસ્થા સુધારવી જોઈએ જેથી ત્રીજા વેવમાં નુકસાનને અટકાવી શકાશે. આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, રાજકોટ મનપા ના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, ડો. હેમાંગભાઇ વસાવડા, દિનેશભાઈ મકવાણા, જસવંતસિંહ ભટ્ટી, રહીમભાઇ સોરા, કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, પ્રવીણભાઈ રાઠોડ, અતુલભાઇ રાજાણી અને ભાર્ગવભાઇ પઢીયાર ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here