રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -ગુજરાતમાં મેઘાડંબર, માવઠાની આગાહી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -ગુજરાતમાં મેઘાડંબર, માવઠાની આગાહી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -ગુજરાતમાં મેઘાડંબર, માવઠાની આગાહી

રાજકોટમાં સવારથી સૂર્ય મહારાજની સંતાકૂકડી, ગાઢ ધુમ્મસ છવાયું
ચારેતરફ ધુમ્મસ છવાયું: કમોસમી વરસાદ બાદ ફરી કાતિલ ઠંડી: કચ્છ, સૌરાષ્ટ્ર- ઉતર ગુજરાતમાં માવઠા અને ઠંડીનાં એક વધુ રાઉન્ડની શક્યતા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આવનારા બે દિવસ દરમ્યાન કચ્છ ઉતર ગુજરાત તથા સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે. આજે રાજકોટ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને ચારેતરફ ધુમ્મસનું વાતાવરણ છવાયું હતું. આકાશમાં મેઘાડંબર જોવા મળ્યો હતો. બે દિવસ દરમ્યાન માવઠાની આગાહી થઇ છે અને ત્યારબાદ ફરી કાતિલ ઠંડીનું મોજું ફરી વળવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર વગેરે વિસ્તારોમાં સવારે પ્રગાઢ ધુમ્મસને કારણે વાહનોની ગતિ ધીમી રાખવી પડી હતી. આખો દિવસ સૂર્ય અને વાદળો વચ્ચે સંતાકૂકડીની રમત ચાલી હતી. 23 જાન્યુઆરીથી એક અઠવાડિયા સુધી રાજ્યભરમાં તાપમાનનો પારો ફરી નીચે ઉતરી જવાની અને ઠંડીનું મોજું ફરી વળવાની સંભાવના છે. અમદાવાદમાં સવારથી ધુમ્મસ છવાઈ જતા વાહન ચાલકોને ભારે તકલીફ થઇ હતી.

હવામાન ખાતાએ જણાવ્યા મુજબ 23 મી થી વાતાવરણમાં ભારે પલ્ટો આવશે. લઘુતમ તાપમાન ઘટીને 7 થી 8 ડિગ્રી થઇ શકે છે. એટલે લોકોએ વધુ એક ધ્રુજાવી દેતી ઠંડીનાં રાઉન્ડનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. સૌથી વધુ કચ્છ અને ઉતર ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે. અત્યારે વાદળો છવાયા હોવાથી ગરમી દેખાઈ રહી છે પણ આકાશ સ્વચ્છ થતા જ ઠંડી બોકાસો બોલાવી દેશે.

Read About Weather here

બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગાંધીનગર, સુરત, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથમાં શનિવારે માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. આ રીતે આવનારા પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છનાં હવામાનમાં વારંવાર ફેરફારો થઇ શકે છે. દરિયા કિનારે પ્રતિકલાક 60 કિ.મી. ની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. આથી માછીમારોને હાલ દરિયામાં ન જવા તાકીદ કરવામાં આવી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here