માં ખોડલધામ દિવ્ય પંચવર્ષીય પાટોત્સવ રાષ્ટ્રીય પર્વ બની દેશને દીપાવશે

માં ખોડલધામ દિવ્ય પંચવર્ષીય પાટોત્સવ રાષ્ટ્રીય પર્વ બની દેશને દીપાવશે
માં ખોડલધામ દિવ્ય પંચવર્ષીય પાટોત્સવ રાષ્ટ્રીય પર્વ બની દેશને દીપાવશે

દેશના 25 રાજ્યો અને વિશ્ર્વનાં 25 દેશોમાં પ્રસારણથી સર્જાશે અદ્દભુત દ્રશ્યો
પાટીદાર સમાજનાં ગૌરવશાળી સમારંભની વિગતો આપતા ખોડલધામનાં ટ્રસ્ટીઓ:
‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ સાંધ્ય દૈનિકની ખાસ મુલાકાતમાં મહોત્સવનું ભવ્ય શબ્દચિત્ર રજૂ કરતા આગેવાનો: લેઉવા પટેલ સમાજ માટે ઐતિહાસિક અને મહત્વનો દિવસ બની રહેશે 21 જાન્યુઆરી
તા.21 ને શુક્રવારે સવારે 9 થી 10 દેશના ખૂણે-ખૂણે માં ખોડલનાં દિવ્ય આશિર્વાદનાં તેજોવલય સર્જાશે અને દિવ્ય રાષ્ટ્રને વધુ પાવન કરશે
1 હજાર સ્થળ પર એલ.ઈ.ડી મૂકી પવિત્ર પર્વનું જીવંત પ્રસારણ: 10 હજાર સ્થળે પાટોત્સવનાં દિને સ્થાપન તેમજ આરતીનાં ભાવપૂર્ણ કાર્યક્રમો
ભારતભરનાં અને વિશ્વનાં પાટીદાર સમાજ સહિત સર્વે સમાજનાં ધર્મભક્તોને પાટોત્સવ અને મહાયજ્ઞમાં ઓનલાઈન જોડાવા શ્રીખોડલધામ ટ્રસ્ટ કાગવડનું ભાવભર્યું નિમંત્રણ
પ્રથમ વખત એક સાથે આટલા સ્થળે રાષ્ટ્રગીતનું અલૌકિક ગાયન થશે દેશની આવી પ્રથમ ઘટના: સમગ્ર પાટીદાર સમાજમાં અભૂતપૂર્વ અને ભવ્ય ઉત્સાહની હેલી: સમાજનાં ટ્રસ્ટીઓ, આગેવાનો અને કાર્યકરોની વિશાળ ફોજ તડામાર તૈયારીઓમાં વ્યસ્ત
કઈ-કઈ ચેનલ પરથી લાઈવ નિહાળી શકાશે?
ભક્તિ અને શક્તિનાં સૌજન્ય બનશે આ મહાનુભાવો અને સંગઠનો

ભક્તિ દ્વારા એકતાની શક્તિનો મંત્ર ખરા અર્થમાં સાકાર કરનાર પાટીદાર સમાજ દ્વારા એક અદ્દભુત અનેરો, અનોખો ઐતિહાસિક ધર્મમય સમારંભ યોજવામાં આવી રહ્યો છે. દેશ અને વિદેશમાં વસતા લેઉવા પટેલ સમાજનાં આસ્થા કેન્દ્ર સમાન પવિત્ર યાત્રાધામ શ્રીખોડલધામ- કાગવડ ખાતે આવતીકાલ તા.21 ને શુક્રવારનાં રોજ દિવ્ય પંચવર્ષીય પાટોત્સવનું શાનદાર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 થી 10 સુધી યોજાનારા માં ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ અને મહાયજ્ઞનું સોશિયલ મીડિયાનાં માધ્યમથી દેશ અને વિદેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે અને આવતીકાલનો દિવસ સમગ્ર પાટીદાર સમાજ માટે ખૂબ જ ઐતિહાસિક અને મહત્વનો બની રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

પાટોત્સવ અને મહાયજ્ઞનાં અંતે રાષ્ટ્રગીતનાં ગાયન સાથે સમાપન કરવામાં આવનાર છે. તેવું ખોડલધામ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓએ એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું. દેશના 25 રાજ્યો અને વિશ્ર્વનાં 25 દેશોમાં પાટોત્સવ મહોત્સવનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેથી કરીને દેશ અને વિદેશમાં ખૂણે-ખૂણે રહેતા પાટીદાર સમાજ સહિતનાં તમામ સમાજનાં ભાવિકો સોશિયલ મીડિયા અને ટીવી ચેનલનાં માધ્યમથી પંચવર્ષીય પાટોત્સવનાં જીવંત પ્રસારણનો હિસ્સો બની શકશે. આ રીતે દેશનો ખૂણેખૂણો માં ખોડલનાં આશિર્વાદનાં તેજોવલયથી પ્રકાશિત થઇ ઉઠશે અને વિશ્ર્વભરનાં પાટીદાર તથા અન્ય સમાજનાં લોકો દિવ્ય દર્શન થકી આધ્યાત્મિક ચેતનાનાં પવિત્ર કિરણોથી પોતાની જાતને પ્રકાશિત કરી શકશે.

આજે ખોડલધામ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ સર્વશ્રી ચિમનભાઈ હપાણી, પ્રવિણભાઈ જસાણી, મહેશભાઈ સાવલીયા, હસમુખભાઈ લુણાગરીયા (પ્રવક્તા), જયેશભાઈ દુધાત્રા (મીડિયા કમિટી) અને ચિંતનભાઈ પઢેડીયા એ સૌરાષ્ટ્ર ક્રાંતી સાંધ્ય દૈનિક કાર્યલયની ખાસ મુલાકાત લીધી હતી અને સાંધ્ય દૈનિકનાં સંચાલક સાથે વાતચીતમાં માં ખોડલધામનાં દિવ્ય પંચવર્ષીય પાટોત્સવની તમામ વિગતો, તૈયારીઓ વિશેની વિગતોનું શબ્દચિત્ર રજૂ કર્યું હતું.

મહોત્સવની ઝીણામાં ઝીણી વિગતો આપવા સાથે એમણે જણાવ્યું હતું કે, આવતીકાલ તા.21 ને શુક્રવારનો દિવસ સમગ્ર પાટીદાર સમાજ માટે ઐતિહાસિક અને મહત્વપૂર્ણ બની રહેશે. પાટોત્સવની સાથે-સાથે ખોડલધામ મંદિર ખાતે એક કુંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઓનલાઈન પ્રસારણ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલનાં માધ્યમથી દેશ અને વિદેશનાં ખૂણે-ખૂણે કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે, હાલની કોરોના મહામારીની પરિસ્થિતિ જોતા લોકોનાં આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને ખોડલધામ મંદિરનાં પ્રણેતા નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળે પંચવર્ષીય પાટોત્સવ સોશિયલ મીડિયાનાં માધ્યમથી ઉજવવાનું નક્કી કર્યું છે. વ્યાપક જનહિત ખાતર આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભવ્ય અને ગૌરવશાળી ધાર્મિક પ્રસંગમાં ઓનલાઈન જોડાઈ જવા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા દેશના પાટીદાર સહિતનાં તમામ સમાજનાં ભક્તગણને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ટ્રસ્ટીઓએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આવતીકાલે તા.21 ને શુક્રવારે સવારે 9 થી 10 પંચવર્ષીય પાટોત્સવ અને મહાયજ્ઞનું જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. 10 હજારથી વધુ સ્થળે દરેક સમાજનાં લોકો પ્રસારણનો લાભ લઇ શકશે. 1008 થી વધુ એલ.ઈ.ડી સ્ક્રીન અને ટીવી સ્ક્રીન મુકવામાં આવશે. દેશના 25 જેટલા રાજ્યો અને વિશ્ર્વનાં 25 દેશોમાં અભૂતપૂર્વ જીવંત પ્રસારણનું ભવ્ય અને અપ્રતિમ આયોજન કરવામાં આવ્યું છે. 10 હજાર સ્થળે સ્થાપન અને આરતી થશે.

એટલું જ નહીં છેલ્લે એક સાથે આટલા બધા સ્થળે સામુહિક રીતે રાષ્ટ્રગીતનાં ગાયનનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, ધાર્મિક મહોત્સવ બાદ એકી સાથે આટલા સ્થળે એકસામટા એકી અવાજમાં રાષ્ટ્રગીતનું ગાયન થાય એવી આ દેશની પ્રથમ ઐતિહાસિક ઘટના બનશે.

ટ્રસ્ટી મંડળનાં સભ્યોએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, આવતીકાલે શુક્રવારે ખોડલધામ મંદિરે પાટોત્સવ ઉપરાંત એક કુંડી મહાયજ્ઞ પણ થઇ રહ્યો છે. ધ્વજારોહણ, મહાઆરતી પણ યોજાશે. સમાજ શિરોમણી નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશો પણ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલનાં માધ્યમથી આપવામાં આવશે. અત્યારે મહાસભાનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે. સમય-સંજોગો અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મહાસભાની નવી તારીખ જાહેર કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ પાટોત્સવનું મંદિર ખાતે આયોજન કરવાની યોજના હતી પણ કોરોનાને કારણે સ્થળ પર જાહેર કાર્યક્રમ કરાયો નથી. મંદિર ખાતેનાં કાર્યક્રમમાં 30 લાખથી વધુ ભાવિકો હાજર રહેવાની પૂરી સંભાવના હતી અને એ માટેની તમામ તૈયારીઓ પણ ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા સંપન્ન કરી લેવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ખોડલધામ મંદિરે આવતીકાલે આવનારા દર્શનાર્થી ભાવિકોએ દર્શન કરીને તુરંત મંદિરની બહાર નીકળી જવાનું રહેશે. કેમ્પસમાં ભાવિકો હાજર રહી શકે છે. મંદિરમાં માતાજીનાં દર્શન કરી તુરંત બહાર નીકળી જવા માટે વિનંતી કરવામાં આવી છે.

ટ્રસ્ટી મંડળનાં સભ્યોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આપેલી ગાઈડલાઈન મુજબ ખોડલધામ મંદિર સહિત રાજ્યમાં 10 હજારથી વધુ સ્થળે માં ખોડલની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

તદ્દઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉતર પ્રદેશ, બિહાર, ચેન્નાઈ અને બેંગ્લોર સહિતનાં સ્થળે માતાજીની આરતી કરવામાં આવશે. વિદેશમાં અમેરિકા, યુ.કે, ઓસ્ટ્રેલિયા, સીંગાપુર, કેન્યા, ઝામ્બીયા અને અન્ય આફ્રિકન દેશોમાં પણ માતાજીની આરતીનું આયોજન કરાયું છે. પાટોત્સવનું જીવંત પ્રસારણ નિહાળવા માટે 1 હજારથી વધુ સ્થળે એલ.ઈ.ડી સ્ક્રીન અને અન્ય સ્થળે ટીવી સ્ક્રીન મુકવામાં આવ્યા છે. 7 જેટલી ટીવી ચેનલ પરથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

માં ખોડલનાં ધ્વજારોહણ, મહાઆરતી અને નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશો નિહાળવા માટે લાખો જ્ઞાતિ બંધુઓ આ પવિત્ર પર્વમાં ઓનલાઈન જોડાશે અને ઐતિહાસિક દિવસની ઉજવણી કરી દરેક જ્ઞાતિ બંધુનો પાવન પ્રસંગનાં સાક્ષી બની ગૌરવની અનુભૂતિ કરશે. એવું તેમણે જણાવ્યું હતું.

Read About Weather here

આજે ખોડલધામ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ સર્વશ્રી ચિમનભાઈ હપાણી, પ્રવિણભાઈ જસાણી, મહેશભાઈ સાવલીયા, હસમુખભાઈ લુણાગરીયા (પ્રવક્તા), જયેશભાઈ દુધાત્રા (મીડિયા કમિટી) અને ચિંતનભાઈ પઢેડીયા એ ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ સાંધ્ય દૈનિક કાર્યલયની ખાસ મુલાકાત લીધી હતી અને સાંધ્ય દૈનિકનાં સંચાલક સાથે વાતચીતમાં માં ખોડલધામનાં દિવ્ય પંચવર્ષીય પાટોત્સવની તમામ વિગતો, તૈયારીઓ વિશેની વિગતોનું શબ્દચિત્ર રજૂ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here