માં ખોડલધામનો પાટોત્સવ અને સમાજ શિરોમણી નરેશ પટેલનું સમાજને સંબોધન

માં ખોડલધામનો પાટોત્સવ અને સમાજ શિરોમણી નરેશ પટેલનું સમાજને સંબોધન
માં ખોડલધામનો પાટોત્સવ અને સમાજ શિરોમણી નરેશ પટેલનું સમાજને સંબોધન

લેઉવા પટેલ સમાજ માટે કાલે યાદગાર દિન

શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આવતીકાલે તા.21ના રોજ પંચવર્ષીય પાટોત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતિ અને લોકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં લઈને આદરણીય શ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજવવાનું આયોજન કરાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

તા.21ને શુક્રવારે લેઉવા પટેલ સમાજ માટે ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક દિવસ હોય શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ નિમિત્તે આવતીકાલે દિવસે શ્રી ખોડલધામ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત 1 કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે. તેમજ ધ્વજારોહણ, મહાઆરતી, સમાજ શિરોમણી આદરણીય શ્રી નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશો આવતીકાલે સવારે 9 થી 10 વાગ્યા સુધી સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી આપવામાં આવશે.

જે મહાસભાનું આયોજન કરેલ છે તે મહાસભા હાલ મોકૂફ રાખેલ છે. જેની નવી તારીખ સમય, સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે શ્રી ખોડલધામ મંદિર સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર 10008 થી વધુ સ્થળે માઁ ખોડલની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ચેન્નઈ, બેગ્લોર સહિતની જગ્યાએ માતાજીની આરતી કરવામાં આવશે.

આ ઉપરાંત યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, સીંગાપુર, કેન્યા, ઝામ્બિયા, આફ્રિકાના દેશોમાં પણ આવતીકાલે મા ખોડલની આરતીનું આયોજન કરાયું છે. શ્રી પંચવર્ષીય પાટોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળવા માટે 1000થી વધુ જગ્યાએ એલ.ઈ.ડી સ્ક્રીન અને અન્ય જગ્યાએ ટીવી સ્ક્રીન મૂકવામાં આવી છે. આ સાથે જ 7 ટીવી ચેનલમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આમ માઁ ખોડલના ધ્વજારોહણ, મહાઆરતી અને આદરણીય નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશો નિહાળવા

Read About Weather here

માટે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી લાખો જ્ઞાતિબંધુઓ જોડાશે અને આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરી દરેક જ્ઞાતિબંધુઓ આ પાવન પ્રસંગના સાક્ષી બની ગૌરવ અનુભવશે.માં ખોડલધામનો પાટોત્સવ અને સમાજ શિરોમણી નરેશ પટેલનું સમાજને સંબોધન કરશે.શ્રી ખોડલધામ દિવ્ય પંચવર્ષીય પાટોત્સવમાં રાષ્ટ્રના સર્વ સમાજનાં લોકોને ઓનલાઇન જોડાવવા માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્રારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here