હિરાસર એરપોર્ટની 64 ટકા કામગીરી પૂર્ણ: કલેકટર દ્વારા નિરીક્ષણ

હિરાસર એરપોર્ટની 64 ટકા કામગીરી પૂર્ણ: કલેકટર દ્વારા નિરીક્ષણ
હિરાસર એરપોર્ટની 64 ટકા કામગીરી પૂર્ણ: કલેકટર દ્વારા નિરીક્ષણ

એરપોર્ટ ઓથોરિટિ સહિતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જરૂરી સૂચના અપાઈ
પાર્કિંગ ટેકસી ટ્રેક તૈયાર, રનવેની કામગીરી પૂર્ણતાના આરે, 72 ટકા જમીન સમથળ
24 કલાક રાઉન્ડ ધી કલોક 600 થી વધુ કર્મચારીઓ-કામદારો દ્વારા ચાલતી એરપોર્ટની કામગીરી

કલેકટર અરૂણ મહેશ બાબુએ રાજકોટના હિરાસર ખાતે નિર્માણ પામી રહેલ આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થળ મુલાકાત અને સમીક્ષા બેઠક કરી એરપોર્ટ કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે એરપોર્ટ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.કલેકટર અરૂણ મહેશ બાબુ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહીત વિવિધ વિભાગના અધિકારીઓએ રન-વે, ચેકડેમ, સહિતની વિવિધ સાઈટની મુલાકાત લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ તકે એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાધે અને ડેપ્યુટી જનરલ મેનેજર અમિતાભ ચક્રવર્તીએ પ્રગતિ હેઠળના વિવિધ કામોની માહિતી પુરી પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખાતમુહૂર્ત થયેલ એરપોર્ટ 1030 હેક્ટરમાં ફેલાયેલું છે. અહીં રન-વેની 2600 મીટરની કામગીરી પૂર્ણતાના આરે છે, જયારે બાકીના વધારાના રન-વે માટે નદી પર જરુરી બોક્સ કલવર્ટની 300 મોટરની કામગીરી અગ્રતાના ધોરણે ચાલી રહી છે.

બાઉન્ડ્રી વોલની કામગીરી 60 ટકા, જમીન સમથળ કરવાની કામગીરી 72 ટકા, પાર્કિંગ ટેક્સી ટ્રેક કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ચુકી છે. ઇન્ટરીમ ટર્મિનલ અને ફાયર સ્ટેશનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. મેઈન ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થાય તે પૂર્વે મોબાઈલ ટાવર ટર્મિનલની સુવિધા ઉપલબ્ધ કરાશે.

Read About Weather here

એરપોર્ટની નિર્માણની કામગીરી 247 અવિરત ચાલી રહી છે, જેમાં 600 થી વધુ લોકો હાલ અગ્રિમતાના ધોરણે કામગીરી કરી રહ્યા છે. સમગ્ર પ્રોજેક્ટની 64 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચુકી હોવાની માહિતી પ્રોજેક્ટ અધિકારીએ આપી હતી. આ તકે મામલતદાર કથીરિયા, તલાટી મંત્રીઓ, નેશનલ હાઇ-વે ઓથોરિટી, આર.એન્ડ બી., પંચાયત, પાણી પુરવઠા, ઇરીગેશન સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here