પોલીસને જીપમાં ડાન્સ કરવો ભારે પડયો…!

પોલીસને જીપમાં ડાન્સ કરવો ભારે પડયો...!
પોલીસને જીપમાં ડાન્સ કરવો ભારે પડયો...!
આ બાબતે પૂર્વ કચ્છ SP મયુર પાટિલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ચાર પોલીસ કર્મી કારમાં યુનિફોર્મમાં હોવા છતાં ગીત ઉપર ઝૂમી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓને ગણવેશમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરવો ભારે પડ્યો છે. નિયમોનો ભંગ કરી વર્દીમાં જૂમી રહેલા ત્રણ પોલીસ કર્મીને SPએ સસ્પેન્ડ કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

સામાન્ય રીતે ટ્રાફીક નિયમન તોડનાર લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે પણ પોલીસ ખુદ નિયમોના ધજાગરા ઉડાવે તો તેમને પણ ઋુણ ચુકવવવો જ પડે છે તેવો તાલ પૂર્વ કચ્છમાં નોધાયો છે. જેમાં કારમાં ગણવેશધારી ચાર પોલીસ કર્મીઓ એક ગીત ઉપર ઝૂમતા નજરે પડે છે, તેવો વીડિયો વાયરલ થયા બાદ પુર્વ કચ્છ એસપીએ એ-ડિવિઝનના ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા હતા.

આ વીડિયોમાં એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા જગદિશ ખેતાભાઇ સોલંકી, રાજા મહેન્દ્ર હિરાગર અને હરેશ ઇશ્વરભાઇ ચૌધરીને ગણવેશમાં હોવા છતાં સીટ બેલ્ટ બાંધ્યા વગર કારમાં ઝૂમતા તેમજ સીટબેલ્ટ ન બાંધી ટ્રાફીક નિયમનનો ભંગ કર્યો હોવાનું જાણવા મળતાં તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા છે.

આ ચાર પૈકી એક પોલીસ કર્મી પૂર્વ કચ્છમાંથી બનાસકાંઠા જિલ્લામા઼ ફરજ બજાવતા હોવાનું પણ જણાવાયું હતું. ગત વર્ષે અંજાર નજીક આવેલા રિસોર્ટમાં ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યા હોવાનો પોલીસ કર્મીઓનો વીડિયો પણ વાયરલ થયો હતો. તેમાં પણ એક ગીત ઉપર ઝૂમી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. સામાન્ય જનતા ઉજવણી કરે તો કોરોના કાળ હોવાને કારણે ગુનો નોંધાય અને પોલીસ કર્મી બેરોકટોક ઝૂમી ઉજવણી કરે તે અન્યાય છે

Read About Weather here

ત્યારે આવા કર્મીઓને સસ્પેન્ડ તો કર્યા પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.નોંધવું રહ્યું કે, ગત એકાદ વર્ષથી પૂર્વ કચ્છમાં કાયદો વ્યવસ્થા પર કાયદાના રખેવાળોનું જાણે કોઇ અંકુશ ન રહ્યું હોય તેમ એક બાદ એક આ પ્રકારના ઘટનાક્રમ સામે આવી રહ્યા છે. તો ચોરી, લૂંટફાટના કેસો પણ જોવા મળી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here