એ…..ગઈ….!

એ.....ગઈ....!
એ.....ગઈ....!
આ ઘટના 17મી જાન્યુઆરીએ બની હતી. 44 વર્ષીય મહિલા બેજારત પુટ્ટાખુન અહીં રાચાબુરીમાં નદીના પોર્ટ પર દોરડું કૂદી રહી હતી. તે મહિલા નદીના કિનારે લાકડાના પ્લેટફોર્મ પર દોરડું કૂદવાની એક મિનિટમાં જ તેના પગ નીચેથી પ્લેટફોર્મનો ભાગ તૂટી ગયો હતો અને તે બે ફૂટ પહોળા ખાડામાંથી નીચે પાણીમાં ખાબકી હતી.

Visit Saurashtra Kranti Homepage here

તે મહિલા તેની એક્સર્સાઈઝનો વીડિયો બનાવી રહી હતી, જેથી આખી ઘટના તેના ફોનમાં રેકોર્ડ થઈ ગઈ હતી. વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બેજારત કેવી ભયાનક રીતે પાણીમાં ખાબકી હતી.

થાઈલેન્ડમાં એક મહિલા સાથે આવી ઘટના બની, જેને જોઈને તમે પણ ચોંકી જશો. આ મહિલા દોરડું કૂદી રહી હતી એ દરમિયાન તેના પગ નીચેથી લાકડાનું પ્લેટફોર્મ અચાનક જ તૂટી ગયું હતું અને તે પાણીમાં ખાબકી હતી. વાત એમ હતી કે તે મહિલા નદીના કિનારે લાકડાના પ્લેટફોર્મ પર દોરડું કૂદી રહી હતી હતી.

અચાનક લાકડાનું પ્લેટફોર્મ તૂટી ગયું હતું.જ્યારે તે પડી ત્યારે તેણે પ્લેટફોર્મને ચુસ્તપણે પકડી રાખ્યું હતુ અને મદદ માટે બૂમો પાડવા લાગી. તેનો અવાજ સાંભળીને નજીકના બુદ્ધ મંદિરમાં બેઠેલાં બાળકો દોડીને આવ્યાં હતાં અને મહિલાને બહાર કાઢી હતી.

મને ખબર નહોતી કે ફ્લોર આટલો નબળો હશે. હું ઈચ્છું છું કે અન્ય લોકો આ ઘટનામાંથી બોધપાઠ લે અને દોરડા કૂદતી વખતે સાવચેત રહે. મને વધારે ઈજા થઈ ન હતી, તેથી મારે નુકસાનની ભરપાઈ કરવી પડી તેનો મને કોઈ સંકોચ નથી.

Read About Weather here

હવેથી હું મજબુત જમીન પર જ દોરડા કૂદીશ.પડી જવાને કારણે તેને કોઈ મોટી ઈજા થઈ ન હતી, પરંતુ તેના હાથ-પગ થોડા છોલાઈ ગયા હતા. આટલું જ નહીં, પોર્ટના માલિકે પ્લેટફોર્મને થયેલા નુકસાન બદલ તેણે બેજારત પાસેથી પૈસા પણ વસૂલ કર્યા હતા.ઘટના બાદ મહિલાએ કહ્યું- ‘મારું વજન માત્ર 50 કિલો છે, તેથી પ્લેટફોર્મ તૂટી જવું ખૂબ જ આશ્ચર્યજનક છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here