કોરોનાનાં કેસ ફરી વધ્યા, 24 કલાકમાં 2.82 લાખ કેસ

કોરોનાનાં કેસ ફરી વધ્યા, 24 કલાકમાં 2.82 લાખ કેસ
કોરોનાનાં કેસ ફરી વધ્યા, 24 કલાકમાં 2.82 લાખ કેસ

ઝડપથી ફેલાતા ઓમિક્રોનનાં કેસોની સંખ્યા વધીને 8961: ત્રીજાવેવનો સામનો કરી રહેલા દેશવાસીઓ માટે સાવધાની જરૂરી
છેલ્લા 24 કલાક દરમ્યાન 441 નાં મોત, મૃત્યુ આંકમાં પણ વધારો

કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહેલા દેશવાસીઓ માટે કોરોના અને ઓમિક્રોનનો બેવડો પ્રહાર મોટો પડકાર બની ગયો છે. કોરોના કેસોએ ફરી ઉછાળો માર્યો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન કોરોનાનાં નવા 2.82 લાખ કેસો નોંધાયા છે. છેલ્લા 2 દિવસ દરમ્યાન મૃત્યુ આંક પણ વધ્યો છે. વધુ 441 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ગઈકાલનો મૃત્યુ આંક 310 જેટલો હતો. આ રીતે નવા કેસો અને મૃત્યુ આંકમાં પણ થતો વધારો ચિંતાજનક છે.

Visit Saurashtra Kranti Homepage here

દેશના અલગ-અલગ રાજ્યોમાં ઝડપથી વિસ્તરતા જતા નવા વાયરસ ઓમિક્રોનનાં કેસોની સંખ્યા વધીને 8961 પર પહોંચી ગઈ છે. જેના કારણે કોરોનાનો પોઝિટિવિટિ રેટ પણ વધી રહ્યો છે. કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલયનું બુલેટીન જણાવે છે કે, કોરોનાનાં એક્ટીવ કેસ અત્યારે 18 લાખ 31 હજાર જેટલા થયા છે. છેલ્લા 24 કલાકમાં 18 લાખથી વધુ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. વેક્સિનનાં પણ કુલ 158 કરોડથી વધુ ડોઝ અપાઈ ગયા છે.

Read About Weather here

છેલ્લા એક સપ્તાહ દરમ્યાન કોરોનાનાં 17 લાખ નવા કેસ નોંધાયા છે પણ તેની સામે મૃત્યુ આંક ઘણો ઓછો રહ્યો છે અને હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ ખૂબ જ ઓછી રહી છે. કોરોનાની આ ત્રીજી લહેર જાન્યુઆરીનાં અંત સુધીમાં પીક પર આવી શકે છે. કેમકે દિલ્હી, મુંબઈ, કોલકતા, બેંગ્લોરમાં કેસોમાં એકદમ ઉછાળો આવ્યો છે. કોરોનાનાં પીક સમયે દૈનિક 4 લાખ કેસો નોંધાવાની શક્યતા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here