મકાન વિહોણા ‘ગરીબ’એ બનાવ્યો ત્રણ માળનો બંગલો!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

એક અગાસીના પાકા મકાનની સરકારી સબસીડી યોજનામાં ખરાઈ જરૂરી
સરકારી સબસીડી મંજૂર કરાવવામાં એજન્સી કે અધિકારીના ખિસ્સા ગરમ થાય છે કે રાજકીય ભલામણ કારણભૂત? લોકોનો સવાલ
રૂ.3.50 લાખની સરકારી સબસીડીનો લાભ ખરા ગરીબોને બદલે શ્રીમંતો લઈ રહ્યાની લોકોમાં ચર્ચા

પાકું અને છતવાળું મકાન બનાવવું દરેક ગરીબ લોકોનું સપનું હોય છે અને તેમનું મકાન બનાવવાનું સપનું પુરૂ થાય તે માટે સરકાર દ્વારા સબસીડી પણ આપવામાં આવી રહી છે. પરંતુ ઘણા લોકો એવા પણ છે જે ખોટા કાગળ બતાવીને કે અધિકારીઓના ખિસ્સા ગરમ કરીને સબસીડી મેળવી લે છે તેવી ચર્ચાએ લોકોમાં જોર પકડ્યું છે.
સરકાર દ્વારા મકાન વિહોણા કે જર્જરિત પતરાવાળા મકાન ધરાવતા ગરીબોને પાકું મકાન બનાવવા અને પ્લોટ ધરાવતા મકાન વિહોણા ગરીબોને એક અગાસીવાળું મકાન બનાવવા માટે સાડા ત્રણ લાખ રૂપિયા સબસીડી આપવામાં આવે છે અને ખરેખર ગરીબ લોકોને જ સબસીડી મળે તે માટે સરકારે એજન્સીઓને આ કામ સોંપ્યું છે. જે સંપૂણપણે સરકારી અધિકારીઓની દેખરેખમાં કામ કરતા હોય છે. ત્યારે ગરીબ લોકો એવા આક્ષેપો કરી રહ્યા છે કે, સાચા ગરીબ અને મકાન વિહોણા લોકોને સરકારની આ યોજનાનો લાભ મળી રહ્યો નથી.

Visit Saurashtra Kranti Homepage here

એક જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એક અગાસીવાળું મકાન બનાવવું હોય તો આજના મોંઘવારીના સમયમાં પ્લાસ્ટર અને લાદી વગર પણ સાડા ત્રણ લાખનો ખર્ચ થાય છે ત્યારે શહેરમાં આ યોજનાનો લાભ લેતા ઘણા લાગવગીયાઓ ત્રણ માળનું મકાન ખડકી દે છે. ત્યારે લોકોમાં એવી ચર્ચા જાગી છે કે, ત્રણ માળ ખડકવામાં અને મકાનની અંદર પ્લાસ્ટર કે લાદી ફીટ ના પણ કરાવો તો પણ આંઠ લાખ ઉપર ખર્ચ થાય છે તો શું સાડા ત્રણની સબસીડી ઉપર પાંચ લાખ ખર્ચ કરનાર ખરેખર ગરીબ કહેવાય?

એક જાગૃત નાગરિકે આવી એજન્સીઓ પર આક્ષેપ કરતા કહે છે કે, આ ત્રણ માળ ખડકનાર ગરીબને સબસીડી કઈ રીતે મળી? કે પછી તેવા લોકોએ સબસીડી મેળવવા માટે એજન્સીવાળાઓ અને અધિકારીઓના ખિસ્સા ગરમ કર્યા હશે? લોકોમાં એ પણ ચર્ચા થઇ રહી છે કે, આવી રીતે એજન્સીઓ દ્વારા સબસીડી મેળવી લેનાર અને ત્રણ માળનું મકાન ખડકી દેનાર લોકો પાછળ શું કોઈ રાજકીય ભલામણ હશે?

Read About Weather here

સબસીડીએ ગરીબ લોકો માટે હોય છે જેમને ખરેખર મકાનની જરૂરિયાત હોય છે પરંતુ આવા લોકો જે ત્રણ માળ સુધીનું મકાન ખડકી શકતા હોય તેમને સબસીડીની શું જરૂર? અને તેમને સબસીડી મળી પણ જાય છે તો તેમના પાછળ કોની હાથ? તેવી ચર્ચાએ મકાન વિહોણા ગરીબ લોકોમાં જોર પકડ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here