ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9 અને 11 સાયન્સની પરીક્ષાની પેપર સ્ટાઈલ તૈયાર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ધોરણ 9થી12ની પરીક્ષા પદ્ધતિમાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યાં છે. જેના પગલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિષયોના પ્રશ્ર્નપત્ર ફોર્મેટ અને પ્રકરણ દૃીઠ ગુણભારની વિગતો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રશ્ર્નપત્ર ફોર્મેટ અને પ્રકરણ દૃીઠ ગુણભાર માત્ર શૈક્ષણિક વર્ષ 2021-22 માટે જ અમલી રહેશે તેવી પણ સ્પષ્ટતા બોર્ડ દ્વારા કરવામાં આવી છે. બોર્ડ દ્વારા અગાઉ ધોરણ 10ના 11 વિષયોના પ્રશ્ર્નપત્ર ફોર્મેટ અને પ્રકરણદૃીઠ ગુણભાર જાહેર કરવામાં આવ્યાં હતાં.કોરોનાકાળમાં સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ ચાલતું હતું. ત્યાર બાદૃ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.

સંક્રમણને કારણે અભ્યાસ પર અસર થતાં શિક્ષણ વિભાગ દ્વારા એક વર્ષ માટે ધોરણ 9થી 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામા આવ્યાં છે. હવે બીજી પરીક્ષા માટે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11 સાયન્સ માટે માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગુણભાર અને હેતુલક્ષી પ્રશ્ર્નોની વિગતો તૈયાર કરવામાં આવી છે. ધોરણ 9થી 12ની બીજી પરીક્ષાને લઈને સાયન્સના વિષયોના પ્રશ્ર્નપત્ર પરિરૂપ અને પ્રકરણ દૃીઠ ગુણભાર નક્કી કરવામાં આવ્યાં છે.

બોર્ડે નક્કી કરેલ માળખા મુજબ જ સ્કૂલોએ પ્રશ્ર્નપત્ર કાઢવાનું રહેશે. શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઇઓ અને તમામ સ્કૂલોને આ માટે પરિપત્ર કરીને જાણ કરવામાં આવી છે.બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા માળખામાં 15 ગુણના 13 હેતુલક્ષી પ્રશ્ર્નો, 4 ગુણના અતિ ટુંકા 4 પ્રશ્ર્નો, 17 ગુણના 17 ટુંકા પ્રશ્ર્નો, 9 ગુણના 3 લાંબા પ્રશ્ર્નો અને 5 ગુણનો એક લાંબો પ્રશ્ર્નનો સમાવેશ કરાયો છે. પ્રશ્ર્નપત્રમાં કુલ 50 ગુણના પ્રશ્ર્નો પુછાશે.

માત્ર આ વર્ષ દૃરમિયાન જ આ પદ્ધતિથી પરીક્ષા યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સના 14 વિષયોના ફોર્મેટ જાહેર કરવામાં આવ્યાં છે. તાજેતરમાં સરકાર દ્વારા ધોરણ 9થી12ની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્ર્નો 20 ટકાના બદૃલે 30 ટકા પૂછવાનો નિર્ણય લેવાયો હતો.

Read About Weather here

જેના અનુસંધાને બોર્ડ દ્વારા 14 વિષયોના ફોર્મેટ જાહેર કરાયાં છે. અગાઉ બોર્ડ દ્વારા ધોરણ 10,12ના મળી કુલ 26 વિષયોના ફોર્મેટ જાહેર કરવામાં આવ્યાં હતાં. જ્યારે વધુ 14 વિષયો સાથે હવે કુલ 40 વિષયોના ફોર્મેટ જાહેર થઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here