બોલેરો-બુલેટ વચ્ચે અકસ્માત : એકનું મોત

બોલેરો-બુલેટ વચ્ચે અકસ્માત : એકનું મોત
બોલેરો-બુલેટ વચ્ચે અકસ્માત : એકનું મોત
રાજુલા-જાફરાબાદ પંથકને જોડતા ભાવનગર સોમનાથ નેશનલ હાઇ-વે પર અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. ગઈકાલેબપોર બાદ જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામ નજીક બાઇક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા હિંડોરણાના યુવકનું મોત થયુ હતુ અને 24 કલાકમાં ફરી આજે બીજા અકસ્માતના સમાચાર આવ્યા છે. જેમાં એક બુલેટચાલકનું મોત નિપજયું છે.

Visit Saurashtra Kranti Homepage here

જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ નજીક બોલેરો કાર અને બાઇક (બુલેટ) સાથે અકસ્માત સર્જાયો છે. જયારે અહીં બોલેરો કાર રાજુલા તરફથી નાગેશ્રી તરફ જતી વખતે આ કાર ચાલક દ્વારા બાલાનીવાવ ગામ તરફ વાળવા જતા પાછળથી બુલેટ બાઇક પુર પાટ સ્પીડે આવતા હોવાને કારણે 1 વ્યક્તિતનું ઘટના સ્થળે મોત નીપજયું અન્ય 1 ને ઇજા થવા પામી છે. મૃતક અને ઇજા પામનાર વ્યક્તિ તળાજા વિસ્તારના હોવાનુ જાણવા મળી રહ્યું છે.

Read About Weather here

ચારનાળાથી નાગેશ્રી સુધી અધૂરા કામોના કારણે રસ્તો જોખમી બન્યો ચારનાળાથી નાગેશ્રી ગામ સુધી નેશનલ હાઇ-વેની કામગીરી અધૂરી છે. અધવચ્ચે કામો બંધ કર્યા હોવાને કારણે અને બંને સાઈડો ખુલ્લી હોવાથી વાહન ચાલક ગમે ત્યારે ગમે ત્યાંથી ઘુસી જાય છે જેથી વધુ અકસ્માત સર્જાય છે અહીં કોઈ સેફટીમાં બોર્ડ સૂચના લગાવી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here