પ્રોફેસરે પ્રિન્સપલને તેમની જ કેબિનમાં માર્યા…!

પ્રોફેસરે પ્રિન્સપલને તેમની જ કેબિનમાં માર્યા...!
પ્રોફેસરે પ્રિન્સપલને તેમની જ કેબિનમાં માર્યા...!
એલ્યુનને ભોપલમાંથી ઉજ્જૈન કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પ્રિન્સિપલના જણાવ્યા અનુસાર, કોલેજમાં આવ્યા પછી પ્રોફેસર રોજ 5 કિલોમીટર ચાલવા જતા હતા. કોલેજમાં હાલ સ્ટાફની અછત છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક પ્રોફેસર પર તેમની જ કોલેજના પ્રિન્સિપલ સાથે મારામારી કરવા બદલ કેસ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે ઉજ્જૈનની લેટ નાગુલ માલવીય ગર્વમેન્ટ કોલેજ, ઘટીયામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા બ્રહ્નમાડીપ એલ્યુન પર વિવિધ કલમો ટાંકીને ફોજદારી ગુનો નોંધ્યો છે. તા.15 જાન્યુઆરીના રોજ કોલેજના પ્રિન્સિપલ ડો.શેખર મેદામવારને તે જ કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસર એલ્યુને માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછીથી પોલીસ હરકતમાં આવી હતી.

તા.15 જાન્યુઆરીના રોજ કોલેજમાં વેક્સિનેશન સેન્ટર સ્થાપવામાં આવ્યું હતું. મેં તેમને આ સંદર્ભે જાણ કરવા માટે બોલાવ્યા હતા પરંતુ તેઓ ગુસ્સે થયા હતા અને મને જેમફાવે તેમ બોલી ગયા હતા અને મને પંચ માર્યા હતા.

બીજી તરફ પ્રોફેસરે પ્રિન્સિપલ પર સ્ટાફ મેમ્બર્સ સાથે ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. પ્રોફેસરે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે મદામવરના કાર્યકાળ દરમિયાન ત્રણ જેટલા લોકોએ સ્વૈચ્છિક નિવૃતી લીધી છે. તેમણે મને રૂમમાં બોલાવ્યો અને અપશબ્દો કહ્યાં હતા. પરિણામે ઝધડો થયો હતો.

Read About Weather here

પ્રિન્સિપલના રૂમમાં ગોઠવવામાં આવેલા CCTVમાં પ્રોફેસર અને પ્રિન્સિપલ વચ્ચે થયેલો સમગ્ર ઝધડો કેદ થઈ ગયો હતો. તેમાં બંને એકબીજા સામે આગળીઓ કરતા જોવા મળે છે. તેમણે પ્રોફેસરને શાંત પાડી ખુરશી પર બેસાડ્યા હતા. જોકે તેમ છતાં પ્રોફેસરે પ્રિન્સિપલની સામે બૂમો પાડવાનું ચાલુ રાખ્યું હતું. પ્રિન્સિપલે ઈશારાથી પ્રોફેસરને રૂમ છોડાવાનું કહ્યું હતું, જોકે તેમ છતાં પ્રોફેસરે રૂમ છોડ્યો નહોતો અને ખુરશી પર બેઠા રહ્યાં હતા. ગુસ્સે ભરાયેલા પ્રોફેસર ખુરશી પરથી ઉભા થઈ ગયા હતા અને તેમણે પ્રિન્સિપલ સાથે મારામારી કરી હતી. ઘટનાની જાણ થતા જ પ્રિન્સિપલની કેબિનની અંદર બહારથી 5 જેટલા લોકો આવી ગયા હતા અને ઝધડાને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here