PMની આંખમાં ઝળઝળિયાં…!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
બ્રિટિશ વડાપ્રધાને ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ પોતાની આ હરકતને કારણે શરમ અનુભવે છે. તેમણે આ હરકત માટે ક્વીન અને બ્રિટનની જનતાની માફી પણ માગી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને ગયા વર્ષે ક્વીન એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપના અંતિમસંસ્કારના એક દિવસ પહેલાં દારૂની પાર્ટી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ વાતનો ખુલાસો થયા પછી જોનસને ક્વીન એલિઝાબેથની માફી માગી છે. એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન બ્રિટિશ પીએમની આંખમાં ઝળઝળિયાં આવી ગયા હતા અને તેમનું માથું શરમથી ઝૂકી ગયું હતું.

જોનસન પર એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે કોરોના લોકડાઉન દરમિયાન તેમણે ડાઉનિંગ સ્ટ્રીટમાં પાર્ટી કરી હતી. આ વિશે જોનસનનું કહેવું છે કે મને એવી નહોતી ખબર કે પાર્ટી કરવાથી લોકડાઉનનું ઉલ્લંઘન થશે.

બીજી બાજુ, જોનસનના પૂર્વ સહયોગી ડોમિનિક કમિંગ્સનું કહેવું છે કે તેમણે એ સમયે વડાપ્રધાનને ચેતવણી આપી હતી. કમિંગ્સે જોનસન પર સંસદને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લગાવ્યો છે. આ કારણથી લોકો એટલા ગુસ્સે છે કે તેમણે MyGovના એક સર્વેમાં દેશના 64 ટકા લોકોએ રાજીનામું માગ્યું છે.

ઈંગ્લેન્ડમાં વિપક્ષી સાંસદોની સાથે સાથે જોનસનની કન્ઝર્વેટિવ પાર્ટીના લગભગ એક ડઝનથી વધારે સાંસદોએ વડાપ્રધાન સામે વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધ પાછળ કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ સ્ટીવ બેકરનું નામ મુખ્ય માનવામાં આવે છે. જોનસને પણ ડેમેજ કંટ્રોલનું કામ શરૂ કર્યું છે.

તેમણે તેમના પક્ષમાં સમર્થન મેળવવા માટે ઓપરેશન રેડ મીટ શરૂ કર્યું છે.જુલાઈ 2020 પછી જોનસનની લોકપ્રિયતા ઝડપથી ઘટી ગઈ હતી. આ દરમિયાન થયેલા સર્વેમાં જોનસનને તેમની પાર્ટીના 85% વોટર્સનું સમર્થન મળ્યું હતું.

જોકે હાલના એક સર્વે પ્રમાણે એક તૃતીયાંશ વોટર્સ તેમને પદ છોડવા માટે કહી રહ્યા છે, જ્યારે વિપક્ષી લેબર પાર્ટીને કન્ઝર્વેટિવ પર 10%નો વધારો થયો છે. 28% લોકોએ કન્ઝર્વેટિવ, જ્યારે 38% લોકોએ લેબર પાર્ટીને સમર્થન આપ્યું છે. જો જોનસન વડાપ્રધાન પદ છોડશે તો સુનક બ્રિટનના વડાપ્રધાન બની શકે છે.

Read About Weather here

એ સાથે જ બ્રિટનનાં ગૃહમંત્રી પ્રીતિ પટેલનું નામ પણ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે લેવામાં આવે છે.જોનસનની લોકપ્રિયતા ઘટીને 36% થઈ ગઈ છે. આ દરમિયાન ભારતીય મૂળના નાણામંત્રી ઋષિ સુનક વડાપ્રધાન પદની પહેલી પસંદગી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here