વિશ્‍વનો સૌથી કાળો હીરાની નીલામી

વિશ્‍વનો સૌથી કાળો હીરાની નીલામી
વિશ્‍વનો સૌથી કાળો હીરાની નીલામી
આ હીરાને તાજેતરમાં દુબઈમાં પબ્લિક સામે મુકવામાં આવ્યો હતો. આ જાણીતા હીરાની પ્રસિદ્ધિ એટલી છે કે એકવાર ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે તેને દુનિયામાં સૌથી મોટો કપાયેલો ડાયમંડના રૂપમાં સામેલ કર્યો હતો. આ ડાયમંડ એકવાર ફરી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

અત્‍યંત જાણીતી મોટી કંપની બ્લેક ડાયમંડ દ્વારા નામથી જાણીતી દુનિયાનો સૌથી મોટો કપાયેલા હીરાની લીલામી જલ્દી જ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે આ હીરાનું નામ The Enigma છે અને તે 555.55 કેરેટનો કાળો હીરો છે.

ફ્રાઈડે મેગેઝિનના એક ઓનલાઈન રિપોર્ટ અનુસારઆ હીરો તાજેતરમાં દુબઈમાં છેત્યાંથી તેને લોસ એન્જલસ લઈ જવામાં આવશે. આ પછીઆ હીરાની આ વર્ષે ફેબ્રુઆરીમાં લંડનમાં હરાજી કરવામાં આવશે. હરાજી કંપની Sothebyએ સોમવારે આ હીરાને દુબઈમાં મૂક્યો છે.

આ હીરાને છેલ્લા વીસ વર્ષથી જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવ્યો નથી કે ન તો ક્યારેય તેને વેચવામાં આવ્યો છે. તે ઘણા સમયથી સંગ્રહમાં રાખવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક રીતેહરાજી કંપનીના અધિકારી સોફી સ્ટીવન્સ અનુસારઆ દુર્લભ કાળા હીરાની રચના ત્યારે થઈ જ્યારે 2.6 અબજ વર્ષ પહેલાં ઉલ્કા અથવા ક્ષદ્રગ્રહ પૃથ્વી સાથે ટકરાયો હતો.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હરાજીમાં આ હીરાની કિંમત 50 લાખ બ્રિટિશ પાઉન્ડ એટલે કે લગભગ 50.7 કરોડ રૂપિયા થઈ શકે છે. હાલમાં તેને દુબઈમાં રાખવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તે હરાજી માટે તૈયાર થઈ જશે.

તમને જણાવી દઈએ કે આ એક બ્લેક ડાયમંડ છેબ્લેક ડાયમંડને Carbonado પણ કહેવામાં આવે છે. આવા હીરા માત્ર બ્રાઝિલ અને મધ્ય આફ્રિકામાં જ જોવા મળે છે. 2006 માંગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે તેને વિશ્વના સૌથી મોટા કપાયેલા હીરા તરીકે નામ આપ્યું હતું

Read About Weather here

 કંપની આ માટે ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ લેવાનું પણ વિચારી રહી છે. આ અદ્ભુત હીરાને ખરીદવા માટે લગભગ 160 બિટકોઈન્સની જરૂર પડશે. આ ક્ષણે તેની કિંમત વિશે સંપૂર્ણપણે કંઈપણ કહેવું ખૂબ જ વહેલું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here