પ્લેનની કોમ્યુનિકેશન સિસ્ટમ ફેલ થવાનું જોખમ…!

પ્લેનની કોમ્યુનિકેશન સિસ્ટમ ફેલ થવાનું જોખમ...!
પ્લેનની કોમ્યુનિકેશન સિસ્ટમ ફેલ થવાનું જોખમ...!
એર ઈન્ડિયાએ ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે, કારણ કે 5G નેટવર્ક વિમાનોની કોમ્યુનિકેશન સિસ્ટમમાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે. આજે એટલે કે બુધવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ અમેરિકા નહીં જાય. આવું એટલા માટે થઈ રહ્યું છે, કારણ કે અમેરિકામાં 5G મોબાઈલ ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ થઈ રહ્યો છે. એર ઈન્ડિયાએ ટ્વીટ કર્યું છે કે એની દિલ્હી-ન્યૂયોર્ક, દિલ્હી-સેન ફ્રાન્સિસ્કો, દિલ્હી-શિકાગો, મુંબઈ-ન્યૂ જર્સીની ફ્લાઈટ્સ બુધવારે ઓપરેટ થશે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

આ સિવાય એરલાઈને દિલ્હીથી વોશિંગ્ટનની ફ્લાઈટ રિશિડ્યૂલ કરવાનું પણ કહ્યું છે.અન્ય ઘણી એરલાઈન્સનું પણ કહેવું છે કે એરપોર્ટની આસપાસ 5G ટેક્નોલોજીને કારણે ખતરનાક સમસ્યાઓ થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને 5G ટેક્નોલોજીને રનવેથી બે માઈલના અંતરે રાખવી જોઈએ.

કેટલીક એરલાઈન્સના CEOએ અમેરિકન ટ્રાન્સપોર્ટ સેક્રેટરીને પત્ર લખીને કહ્યું હતું કે જો જરૂરી અપગ્રેડ કે એવિએશન ઈક્વિપમેન્ટમાં ફેરફાર કર્યા વિના 5G લાગુ કરવામાં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે છે. 5G ટેક્નોલોજીના કારણે પ્લેનની ઊંચાઈ માપવાની ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે.યુનાઈટેડ એરલાઈન્સના CEO સ્કોટ કિર્બીએ ચેતવણી આપી છે કે જો ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ એરપોર્ટ નજીક 5જી ટેક્નોલોજીનો ઉપયોગ કરશે તો એની કામગીરીને નકારાત્મક અસર થશે.

મહત્ત્વપૂર્ણ એરપોર્ટની નજીક 5G ટેકનોલોજીનો ઉપયોગ ટાળવો જોઈએ. મોબાઇલ સેવા કંપની એટી એન્ડ ટી (AT & T) અને વેરાઈઝોન એરલાઇન્સની ચેતવણીઓને કારણે 5Gનું લોન્ચિંગ બે વાર મુલતવી રાખ્યું છે.એવિએશન રેગ્યુલેટર FAAએ જણાવ્યું હતું કે તેમણે ટ્રાન્સપોન્ડર્સને અમુક 5G વિસ્તારોમાં કામ કરવાની મંજૂરી આપી છે. 5Gના સી-બેન્ડથી પ્રભાવિત થવાની સંભાવના ધરાવતા 88 એરપોર્ટમાંથી 48ને નવી ટેક્નોલોજી માટે મંજૂરી આપવામાં આવી છે.

એરલાઇન્સ ચિંતિત છે કે આ એરપોર્ટ્સ પર અપ્રમાણિત ઉપકરણોને કારણે હજારો ફ્લાઇટ્સ અટકી શકે છે. ગયા વર્ષે બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલાએ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે 5G ટેક્નોલોજીના અમલ પહેલાં મનુષ્યો અને પ્રાણીઓ પર એની અસરની તપાસ કરવામાં આવે.

Read About Weather here

બાદમાં કોર્ટે જુહી ચાવલાની અરજી ફગાવી દીધી હતી અને તેના પર 20 લાખનો દંડ ફટકાર્યો હતો.યુનાઈટેડ એરલાઈન્સે સોમવારે જણાવ્યું હતું કે વર્તમાન 5G વાયરલેસને કારણે એક વર્ષમાં 15,000 ફ્લાઈટ્સ અને 12.5 લાખ મુસાફરોને અસર થશે.ભારતમાં પણ 5G ટેક્નોલોજીને લઈને વિરોધનો અવાજ સંભળાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here