રાજકોટમાં વસ્તી વધી પણ ગુનાખોરી ઘટી: પોલીસ કમિશનર

રાજકોટમાં વસ્તી વધી પણ ગુનાખોરી ઘટી: પોલીસ કમિશનર
રાજકોટમાં વસ્તી વધી પણ ગુનાખોરી ઘટી: પોલીસ કમિશનર

કોરોના મહામારીનાં ઉપરા ઉપર વેવનાં ફટકાથી આર્થિક નુકશાની અને અનેક લોકોએ નોકરી-ધંધા ગુમાવ્યા હોવા છતાં સૌરાષ્ટ્રનાં વાણિજ્ય પાટનગર સમાન રાજકોટ મહાનગર માટે ખુશખબર એ આવ્યા છે કે, ગુનાખોરીની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને એ માટેનાં આંકડા ખૂદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આપ્યા છે અને જણાવ્યું છે કે છેલ્લા 15 વર્ષમાં પહેલીવખત 2021 ની સાલમાં ગુનાખોરીની ટકાવારી સૌથી ઓછી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

હત્યા, દુષ્કર્મ, હત્યાની કોશિશ, લૂંટ-ઢાળ જેવા ગંભીર ગુનાઓમાં ઘટાડો નોંધાયો છે અને છેલ્લા દોઢ દાયકામાં સૌથી ઓછા આંકડા પોલીસ ચોપડે નોંધાયા છે. જે દર્શાવે છે કે, ઉચ્ચ અધિકારીઓનાં સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે આ મહત્વનાં મહાનગરમાં અપરાધી જગતને અંકુશમાં લેવામાં પ્રશંસનીય સફળતા પ્રાપ્ત કરી છે.
પોલીસ અધિકારીઓ જણાવે છે કે, પોલીસતંત્રની અસરકારક કામગીરી અને બાજ નજરને કારણે ક્રાઈમ રેટમાં જોરદાર ઘટાડો થયો છે. તેમણે માહિતી આપી હતી કે મહિલાઓ સામેના અપરાધો જેમકે દુષ્કર્મ, અપહરણ, દહેજ માટે અત્યાચાર જેવા કિસ્સાઓમાં ઘટાડો થયો છે.

શહેર પોલીસની અભયમ હેલ્પલાઈન, દુર્ગાશક્તિ ટીમ અને ટેકનોલોજીનાં ઉપયોગથી મહિલા વિરોધી અપરાધો પર કાબુ કરી શકાયો છે. 2021 ની સાલમાં નોંધાયેલા ગુનાનાં આંકડા પોલીસે જાહેર કર્યા હતા. જે દર્શાવે છે કે, 2007 પછી પહેલીવખત ગુનાખોરીની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, 2007 પછી મહાનગરની વસ્તીમાં પણ સારો એવો વધારો થયો છે. રોજગારીની તલાશમાં અન્ય શહેરો અને અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો રાજકોટ આવ્યા છે અને વસવાટ કરી રહ્યા છે.

છેલ્લા એક દાયકામાં પરપ્રાંતીય શ્રમિકોની સંખ્યામાં પણ ખૂબ વધારો થયો છે. છતાં 2007 ની સરખામણીએ 2021 માં સૌથી ઓછો ક્રાઈમ રેટ રહ્યો છે. એ માટે પોલીસની કાર્યશ્રમ અને અસરકારક કામગીરીને યશ આપવો જોઈએ. અગ્રવાલે કહ્યું હતું કે, આધુનિક ટેકનોલોજીનાં ઉપયોગ, અપરાધીઓ પર ઝીણવટભરી નજર અને સતત નાઈટ પેટ્રોલિંગને કારણે ગુનાખોરી ઘટી છે.

પોલીસે ગયા વર્ષે એટલે 2021 માં કેફી દ્રવ્યોની હેરફેર અંગેનાં 34 કેસ દાખલ કર્યા હતા. જે છેલ્લા દોઢ દાયકામાં સૌથી વધુ છે. રાજકોટ આર્થિક અને વ્યાપારી રીતે એકધારી પ્રગતિ કરી રહ્યું છે. એટલું જ નહીં ચારે દિશામાં ભૌગોલિક રીતે પણ વિસરતું જાય છે. નવી-નવી સોસાયટીઓ અને નવા વિસ્તારો ઉમેરાતા જાય છે. ત્યારે ઓછું સંખ્યામણ હોવા છતાં પોલીસે મહાનગરમાં ગુનાખોરી પર નિયંત્રણ લાદવામાં અનુકરણીય સફળતા મેળવી છે.

Read About Weather here

ગુનાખોરી ઘટવામાં અને ગુનાનું સમયસર ડીટેકશન થઇ જવાની પ્રક્રિયામાં રાજકોટનાં આઈ-વે પ્રોજેક્ટનો પણ સિંહ ફાળો રહ્યો છે. એવું કહીં શકાય. કેમકે આ પ્રોજેક્ટ પોલીસની ચકોર ત્રીજી આંખ સમાન પુરવાર થયો છે. જેના કારણે પોલીસ ગુનો બને એ સ્થળે ધાર્યા કરતા વધુ ઝડપથી પહોંચી શકે છે અને ગુનેગારો ઉપર પણ ચાંપતી નજર રાખી શકે છે.આ રીતે રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોનાં દુષણને કાબુમાં લેવામાં પણ પોલીસની કામગીરી અસરકારક અને ઉદાહરણ રૂપ રહી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here