સત્તા સેવાનું માધ્યમ, મારી સફળતાનો યશ પ્રજાને: મુખ્યમંત્રી

સત્તા સેવાનું માધ્યમ, મારી સફળતાનો યશ પ્રજાને: મુખ્યમંત્રી
સત્તા સેવાનું માધ્યમ, મારી સફળતાનો યશ પ્રજાને: મુખ્યમંત્રી

ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારનાં 121 દિવસ પૂર્ણ: ગાંધીનગરમાં ખાસ ઉજવણી, વિશિષ્ટ પુસ્તિકાનું વિમોચન: ભાજપ સરકારની કામગીરી વિશે પુસ્તિકામાં ઝલક અપાઈ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં વડપણ હેઠળની પ્રવર્તમાન રાજ્ય સરકારે 121 દિવસની જનસેવા પરિશ્રમ યાત્રા પરીપૂર્ણ કરી લીધી છે. સરકારનાં 121 દિવસ પુરા થતા આજે ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા ઉજવણીનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો.

ભુપેન્દ્ર પટેલ કેબિનેટનાં સુશાસનનાં 121 માં દિવસ નિમિતે એક ખાસ પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ સંકુલ-1 નાં નર્મદા હોલ ખાતે સુશાસનનાં 121 દિવસ નામની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ અને મીડિયાનાં મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે પોતાના ખાસ સંબોધનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મારી સફળતાનો શ્રેય જનતા જનાર્દનને આપું છું. આપણે ચોતરફા વિકાસની યાત્રા શરૂ કરી છે. મહેસુલી સુધારાઓને મારી સરકારે પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતમાં 1 કરોડ લોકોને પીએમજય કાર્ડ આપી દેવાયા છે.

સતા એ તો સેવાનું માધ્યમ છે. એ દર્શાવતા ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અમારી સરકારની સફળતાનો પુરેપુરો યશ હું રાજ્યની પ્રજાને આપું છું. સરકારે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે કામગીરી શરૂ કરી છે.

Read About Weather here

આ તકે તેમણે એવી મહત્વની જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં નલ સે જલ યોજના સપ્ટેમ્બર 2022 માં પૂરી કરી લેવામાં આવશે. આ પ્રસંગે સુશાસનનાં 121 દિવસની પુસ્તિકાનું મુખ્યમંત્રીનાં હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિતનાં તમામ મંત્રીઓ તેમજ મુખ્ય સચિવ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here