ભારતમાં ધનિકોનાં ધનમાં, ગરીબોની સંખ્યામાં વધારો

ભારતમાં ધનિકોનાં ધનમાં, ગરીબોની સંખ્યામાં વધારો
ભારતમાં ધનિકોનાં ધનમાં, ગરીબોની સંખ્યામાં વધારો

વિશ્ર્વનાં દેશોની આર્થિક, સામાજીક પરિસ્થિતિ અંગે ખાસ અહેવાલ: ગ્લોબલ ઓગ્ઝ ફામ દાઓસનાં રીપોર્ટનું તારણ, ભારતમાં ગયા વર્ષે 40 અબજોપતિઓ યાદીમાં ઉમેરાયા તો સામે છેડે ગરીબોની સંખ્યામાં બેવડો વધારો

ભારતમાં અમીરી અને ગરીબી વચ્ચેની ખાઈ વધુને વધુ ઊંડી અને પહોળી બની છે. સંપતિનું અપ્રમાણસર વિતરણ ચાલુ રહ્યું હોવાથી દેશમાં ધનિકોની સંખ્યામાં અને ધનમાં વધારો થયો છે. તો સામા પક્ષે ગરીબોની સંખ્યા બેવડાઈ ગઈ છે.

ગ્લોબલ ઓગ્ઝ ફામ દાઓસનો એક રીપોર્ટ જણાવે છે કે, કોરોના મહામારીથી દેશમાં અર્થતંત્ર વેર વિખેર થઇ ગયું છે અને ગરીબી વધી છે. સરકારે તેની નીતિઓની પુન: વિચારણા કરવાની જરૂર છે. દેશના ધનિકોની યાદીમાં 40 અબજોપતિ ગયા વર્ષે ઉમેરાતા ધનપતિઓની સંખ્યા વધીને 142 થઇ છે. આ તમામ ધનાઢ્યની ધન સંપતિ સંયુક્ત રીતે 720 અબજ ડોલરનાં આંકડે પહોંચી છે. તો 40 ટકા વર્ગ ગરીબીમાં સબડી રહ્યો છે. દરેક ચીજ-વસ્તુઓનાં ભાવ વધી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

અહેવાલ ઉમેરે છે કે, વિશ્ર્વનાં 500 ધનપતિઓએ ગયા વર્ષે એમની સંપતિમાં એક ટ્રિલિયન ડોલરનો જંગી ઉમેરો કર્યો હતો. હવે તો ભારતમાં ફ્રાન્સ, સ્વીડન અને સ્વિઝરલેન્ડ ત્રણેય દેશોનાં ધનવાનો કરતા પણ વધુ સંખ્યામાં ધનવાનો છે. અહેવાલમાં દર્શાવ્યું છે કે, દેશના 10 ટકા ધનપતિ વર્ગ પણ વધારાનો એક ટકા વેરો લાગુ કરવામાં આવે તો પણ દેશને 17 લાખ વધારાનાં ઓક્સિજન સિલીન્ડર પુરા પાડી શકાય.

98 અબજોપતિ પરિવારો પર સંપતિ વેરો લાગુ કરવામાં આવે તો આખી આયુષ્યમાન ભારત યોજનાનો ખર્ચ કાઢી શકાય અને 7 વર્ષ સુધી યોજના ચલાવી શકાય. ભારતનાં આવા માત્ર 10 અમીરો એમની સંપતિમાંથી રોજ 10 લાખ ડોલર ખર્ચે તો પણ 84 વર્ષ સુધી એમની સંપતિ ખર્ચ થશે નહીં. જો સરકાર આ વર્ગ પર સંપતિ વેરો લાદે તો દેશને એક વર્ષમાં 74.3 અબજ ડોલરની આવક થાય. જેનાથી આરોગ્યનો દેશ આખાનો ખર્ચ ઉઠાવી શકાય.

Read About Weather here

કોરોના મહામારી સમયે પણ દેશના ધનકુબેરોની આવક વધતી જ રહી છે અને એમની બેફામ સંપતિમાં કોરોના કાળમાં પણ 45 ટકાનો વધારો થયો છે. દેશના અન્ય 50 ટકા નીચલા ક્રમનાં વર્ગને દેશની સંપતિમાં માત્ર 6 ટકા હિસ્સો મળે છે. આરોગ્ય, શિક્ષણ અને સામાજીક સુરક્ષા પર સરકાર ઘણો ઓછો ખર્ચ કરતી હોવાથી આરોગ્ય અને શિક્ષણમાં ખાનગીકરણ વધી ગયું છે. આથી સારવાર અને શિક્ષણ સામાન્ય માનવીની પહોંચ બહાર ચાલ્યા ગયા છે. કોરોના કાળમાં નોકરી-ધંધા ગુમાવનારાઓ પૈકી 28 ટકા જેટલી સંખ્યા મહિલાઓની રહી છે. કોરોનાને કારણે મહિલાઓને બે તૃતિયાંશ આવક ગુમાવવી પડી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here