રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને રજૂઆત

કોરોનાના કપરાકાળમાં વેપાર-ઉદ્યોગો પછી ભાંગ્યા છે. જેમાંથી તેઓ માંડ-માંડ ઉજાગર થઇ રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં રાત્રી કર્ફયુમાં સમય રાત્રીના 10થી સવારના 6 સુધીનો કરેલ છે. જેના કારણે વેપાર-ઉદ્યોગકારોને પણ મુશ્કેલી પડી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેવામાં રાજ્ય સરકાર રાત્રી કર્ફયુનો સમય રાત્રીના 9થી સવારના 6 કરવાનો વિચારી રહ્યા છે જેના કારણે ખુબ જ મુશ્કેલીઓ ઉદભવી શકે તેમ છે અને વેપાર-ઉદ્યોગો પર વિપરીત અસર પડી શકે તેમ છે. તેથી રાત્રી કફર્યુનો સમય રાત્રીના 10 થી સવારના 6 સુધી યથાવત રાખવા સમગ્ર વેપારી આલમ વતી આગ્રહ પૂર્વક અનુરોધ કરેલ છે.

Read About Weather here

સાથો સાથે રાજય સરકાર દ્વારા લગ્ન પ્રસંગ કે અન્ય ધાર્મિક કાર્યો મિટીંગો વિગેરેમાં 1પ0 માણસોની મંજૂરી આપેલ છે. તેમાં પણ લોકલાગણીને માન્ય રાખી લગ્ન પ્રસંગ કે અન્ય કાર્યો માટે 1પ0 માણસોની મંજૂરી યથાવત રાખી તેમાં ઘટાડો ન કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજયના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીને રજૂઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબાર યાદીમાં જણાવેલ છે.(9)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here