વડિયામાં સ્કૂલ અને બેંકમાં કોરોનાની એન્ટ્રી

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેહદ બેકાબુ ...
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેહદ બેકાબુ ...

સ્કૂલ 3 દિવસ બંધ કરાઇ

ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં પણ છેલ્લા દિવસોમાં સુરગવાળા હાઈસ્કૂલના એક શિક્ષકને કોવિડ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ને સમગ્ર સ્ટાફ ના રિપોર્ટ કરી પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

Read Saurashtra Kranti E-Paper here

તો સ્કૂલ પણ ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી છે. તો બીજી બાજુ વડિયાની એસબીઆઈ બેન્કના કર્મચારીને પણ કોવિડ પોઝિટિવ આવતા તેને પણ સેનેટાઇઝ કરવાની કામગીરી અને અન્ય અન્ય કર્મચારીઓ ના ટેસ્ટ કરવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

જોકે વડિયા ગામમાં અન્ય પાંચ લોકોને પણ કોવિડ સંક્ર્મણ હોવાની વાતોની પુષ્ટિ થઇ છે.

Read About Weather here

ત્યારે લોકોને કામ સિવાય ભીડભાડ વાળી જગ્યામાં ના જવા અને તાવ, શરદી, કફ, ઉધરસ, માથુ પકડાવુ, પગના અને પીની ના સાંધા પકડવા વગેરે જણાય તો ચોક્કસ તેને કોવિડ ટેસ્ટ કરાવવા અપીલ કરવામાં આવી છે જેથી આ મહામારી ને પરાસ્ત કરી શકાય.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here