કુલડીમાં ગોળ ભાંગતી રાજકોટ મનપાની ટી.પી. શાખા!

મનપા કે હસીન સપને: 3 સ્માર્ટ ટોઇલેટ સાચવી નથી શકાતાને નવા 10ની બજેટમાં જોગવાઇ…
મનપા કે હસીન સપને: 3 સ્માર્ટ ટોઇલેટ સાચવી નથી શકાતાને નવા 10ની બજેટમાં જોગવાઇ…

સંતાડવા લાયક કંઇ રાખ્યુ જ ક્યાં, ખુલ્લી અમારી જો આ કિતાબ છે; બદલી નાખ્યું બસ ઉપરનું આ પુઠુ, અંદર તો પડ્યું બધુ એમનેમ જ છે

અવારનવાર બદલીનાં દૌરમાંથી છટકી જતી ટી.પી. શાખા!: મનપામાં મલાઈદાર હોદ્દાઓનાં હિંચકે લાંબા સમયથી ઝુલનારા અધિકારીઓને કોણ કરાવે છે જલસા?!

ટીપી સ્કીમમાં આવતા એક પણ નિયમનું પાલન અહીં કરવામાં આવતું નથી. છતાં કોઇની હેસીયત નથી કે આ અધિકારીને અહીથી કોઇ તસુભાર પણ હટાવી શકે: ભારે ચર્ચા

મલાઈદાર હોદ્દાઓ પર લાંબા સમયનાં શાસન પાછળ ચોક્કસ નેતાનું રક્ષણ અને આશિર્વાદ જ મુખ્ય પરિબળ હોવાની ચર્ચા

બદલી થાય તો વિભાગ બદલતા હોય છે, પણ મલાઈ આપતા ટી.પી.નાં કર્મચારીઓ છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી એક ને એક વિભાગમાં જ સ્થાયી: અનેક ચર્ચાઓ

રાજકોટ મહાનગરપાલિકામાં કામ કરતા કર્મચારીઓમાં એક સૂર ઉઠ્યો હતો કે,એક જગ્યાએ બેઠેલા અધિકારીઓની બદલી ક્યારે થશે? આ અંગે સૌરાષ્ટ્ર ક્રાંતીએ અનેક લેખો પ્રસિધ્ધ કરીને કમિશનરનું ધ્યાન દોર્યું હતું અને જેના કારણે 40 થી વધુ અધિકારીઓની બદલી પણ કરવામાં આવી હતી.

આ બદલી થતાની સાથે જ અનેક અધિકારીઓની લાગણી દુભાણી છે. કારણ કે હાથમાંથી મલાઈદાર હોદ્દાઓ જતા રહ્યા છે. પણ એક બાબત એવી ઉત્પન્ન થઇ કે જેનાથી સૌ કોઈની આંખો ખુલ્લી જાય..!

શહેરીજનોને અંગુઠાછાપ માનતી મનપાએ બદલી તો કરી પણ 45 માંથી ટી.પી. શાખાનાં 1 પણની બદલી ન કરી હતી અને સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ટી.પી.શાખામાં 15 થી 17 વર્ષથી એક જ વિભાગમાં ફરજ બજાવતા હોય તેવા અધિકારીઓ જોવા મળે છે.

આ અંગે શું કમિશનર બધું જાણવા છતાં કેમ પગલા નહીં લેતા હોય તે વાતે ચર્ચાનું જોર પકડ્યું છે. આ મનપસંદ અને મલાઈદાર હોદ્દાઓ પર આવા અધિકારીઓ ક્યાં કારણોસર અઠ્ઠે દ્વારકા કરવામાં અત્યાર સુધી અફળ થયા છે. તેના કારણે રહસ્યમય વમળો સર્જી રહ્યા છે. અત્યારે લોકોનાં મનમાં એક જ પ્રશ્ન છે કે, ટી.પી. શાખાનાં અધિકારીઓનો સમય પૂરો થયો હોવા છતાં બદલી કેમ નથી કરાતી? અને બદલી જો કરવામાં આવે તો કુલડીમાં ગોળ ભાંગી નાખે છે અને તે જ વિભાગમાં ઝોન બદલી કરી સંતોષ માનવામાં આવે છે.

ગત તા.15 નાં રોજ ટી.પી. ઓફિસર દ્વારા 10 જેટલા એ.ટી.પી અને એ.એ.ઈ ની અસરપરસ બદલી કરી હતી. જેમાં ટી.પી. સ્કીમનાં વોર્ડ બદલાવીને સંતોષ માની લીધો હતો.સરકારી ખાતાઓમાં મોટા ભાગે ત્રણ વર્ષના ગાળાબાદ બદલી કરવાની હોય છે પરંતુ મનપામાં કોઇ અકળ કારણોસર સરકારના આ નિયમને ધોળીને પી જવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

મલાઇદાર અને મનપસંદ હોદ્દાઓ પર ચોક્કસ અધિકારીઓને નિયમની ઐસીતૈસી કરીને બેસાડી રાખવા પાછળ કોના આર્શીવાદ છે, કોના કયાં પ્રકારના હિત સમાયેલા છે? એ જાણવાનો રાજકોટની જનતાને અધિકાર છે.

પરંતુ અત્યારે તો આ વિષય પર મગનું નામ મરી પાડવા કોઇ તૈયાર થતું નથી અને રહસ્ય ધેરાતુ જાય છે. દેખાય છે એ બધુ રૂડુ અને રળીયામણુ નથી. અનેક ભેદ, ભરમો મનપાની કચેરીઓના ખુણેખુણે અને ટેબલે ટેબલે નજરે તરી આવે છે. પરંતુ તેનો તાગ મેળવવાની આમ જનતાને તો કોઇ ફુરસદ ન હોય એ સ્વભાવિક છે.

એટલે જાણકારો અને જવાબદાર મીડિયા ખાંખાંખોળા કરતા રહે છે અને આ ધમ્મર વલોણામાંથી આંખો પહોળી કરતી ઘટનાઓ અને હકીકતો બહાર આવે છે.

ટીપી સ્કીમમાં આવતા એક પણ નિયમનું પાલન અહીં કરવામાં આવતું નથી. છતાં કોઇની હેસીયત નથી કે આ અધિકારીને અહીથી કોઇ તસુભાર પણ હટાવી શકે. એમને પણ કોઇને કોઇ રાજકીય ગોડ ફાધરના આર્શીવાદ મળતા જ હશે એવી ચર્ચા છે. આ લીસ્ટ નાનુ નથી ધણુ મોટુ છે. ઘણા અધિકારીઓ એવા છે જે પાંચ વર્ષથી વધુ સમયથી એક જ હોદ્દા પર બરાબર ચીપકીને બેઠા છે.

Read About Weather here

એમને મનગમતા હોદ્દા પર સતત બેસાડી રાખવા પાછળ કોની વગ, વહાલ અને આર્શીવાદ કામ કરે છે એ મનપામાં બધા જાણે છે પણ કોઇ બોલવા તૈયાર નથી બિચારી જનતા તો શું કરે? એ તો આમય વહીવટી દ્રષ્ટિએ હાંસીયામાં ધકેલાએલી હોય છે. જનતા પાસે આવા સવાલો પુછવાનો ન તો સમય હોય છે કે ન તો હામહિમ્મત હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here