રાજકોટ જિલ્લાના 163 ગામોમાં 100% રસિકરણની સિધ્ધિ

રાજકોટ જિલ્લાના 163 ગામોમાં 100% રસિકરણની સિધ્ધિ
રાજકોટ જિલ્લાના 163 ગામોમાં 100% રસિકરણની સિધ્ધિ

જેતપુર તાલુકાના 38 ગામો સહિત જિલ્લાના 10 તાલુકાઓના 163 ગામોમાં 100 ટકા રસીકરણ કરાયું

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જણાવાયા અનુસાર, અત્યાર સુધીમાં જિલ્લાના 163 ગામોમાં રસીકરણના બંને ડોઝની કામગીરી 100% સંપૂર્ણ થયેલી છે.

જેમાં સૌથી વધુ જેતપુર તાલુકાના 38 ગામમાં 100 ટકા રસીકરણ થયેલું છે. જ્યારે જામકંડોરણા તાલુકામાં 23, રાજકોટમાં 6, પડધરીમાં 16, લોધિકામાં 3, ગોંડલમાં 17, જસદણમાં 19, વીંછીયામાં 5 ધોરાજીમાં 27 અને ઉપલેટા તાલુકાના 9 ગામો મળી કુલ 163 ગામોમાં 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે રાજકોટના ભાંગડા, જીવાપર, ખારચીયા, પાડાસણ, રાજગઢ, સૂકી સાજડીયાળી એમ કુલ 6 ગામોમાં પણ 100 ટકા રસીકરણની કામગીરી થયેલ છે. જેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ ડોઝ એક 121798 (100.02ટકા ) અને બીજો ડોઝ 1064574 (84.ર ટકા) ની કામગીરી કરવામાં આવી છે.

Read About Weather here

કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં દૈનિક 300 જેટલા વેકિસનેશન સેશન ચલાવવામાં આવી રહ્યા છે જે અંતર્ગત 15થી 18 વર્ષના બાળકો તથા 18 વર્ષથી વધુ વયના નાગરિકોને રસી આપવાનું કાર્ય ચાલી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here