જનરલ રાવતની હેલીકોપ્ટર દુર્ઘટના માટે પાઇલોટની ભુલ કારણભૂત

જનરલ રાવતની હેલીકોપ્ટર દુર્ઘટના માટે પાઇલોટની ભુલ કારણભૂત
જનરલ રાવતની હેલીકોપ્ટર દુર્ઘટના માટે પાઇલોટની ભુલ કારણભૂત

ખરાબ હવામાનને કારણે દિશા ભૂલી જવાથી દુર્ઘટના સર્જાયાનું જાહેર: ભાંગફોડ કે યાંત્રીક ખામી અથવા કોઇ કાવતરાની શકયતા નકારી કાઢતું વાયુદળ

ભારતીય સેનાના વડા અને સીડીએસ જનરલ બિપીન રાવતનું હેલીકોપ્ટર તુટી પડયાની દુર્ઘટના પાછળ પાયલોટની ભુલ જવાબદાર હોવાનું ભારતીય વાયુ સેનાની તપાસમાં બહાર આવ્યું છે. તપાસ સમીતીએ એવું તારણ રજૂ કર્યુ છે કે, અચાનક હવામાન ખરાબ થઇ જવાથી મીગ-17 હેલીકોપ્ટરના ચાલકો દિશા વીહીન થઇ ગયા હતા અને એરમાર્ગ પરથી ફંટાઇ ગયા છે. જેથી હેલીકોપ્ટર વાદળોમાં પ્રવેશી ગયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

એર માર્શલ માનવેન્દ્રસિંઘના વડપણ હેઠળની તપાસ સમિતીએ દુર્ઘટના માટે કોઇ ટેકનીકલ ખામી, ભાંગફોડ કે બેકાળજીના કારણો નકારી કાઢયા છે અને પાઇલોટની ભુલ જ જવાબદાર ગણાવી છે. આ દુર્ઘટના જનરલ રાવત અને એમના પત્ની તથા અન્ય 12 લશ્કરી અધિકારીઓ માર્યા ગયા હતા. ગત 8મી ડિસેમ્બરે તામીલનાડુના કોનુરના જંગલોમાં દુર્ધટના સર્જાઇ હતી.

Read About Weather here

વાયુ સેનાના પ્રવકતાએ જણાવ્યું હતું કે, તુટી પડેલા હેલીકોપ્ટરના ફલાઇટ ડેટા રેર્કોડર અને કોકપીટ વોઇસ રેર્કોડર એટલે કે, બ્લેક બોકસની તપાસ તથા ઉપલબ્ધસાક્ષીઓ પાસેથી મળેલી વિગતોને આધારે તપાસ સમિતીએ પ્રારંભીક કારણ રજૂ કર્યુ છે. તપાસનીસોને માલુમ પડયું છે કે, અચાનક હવામાન બગડી જતા હેલીકોપ્ટર વાદળોની વચ્ચે ધુસી ગયું હતું. જેના કારણે પાઇલોટ દિશા વિહીન થઇ ગયા હતા અને એમને કશી સુજ કે ગતાગમ પડયા ન હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here