દેશમાં હવે દરેક કારમાં 6 એરબેગ ફરજીયાત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સુરક્ષા માટે કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની જાહેરાત: દેશમાં અકસ્માતોમાં થતી જાનહાની રોકવા માટે મંત્રાલય પ્રયત્ન શીલ

દેશમાં માર્ગ વાહન વ્યવહારના અકસ્માતોને જાનહાની પર કાબુ લેવા માટે હવેથી દરેક ભારતીય કારમાં છ એરબેગ રાખવાનું ફરજીયાત બનાવવામાં આવશે. કેન્દ્રના માર્ગ, પરિવહન અને હાઇ-વે મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે, 8 મુસાફરોની ક્ષમતા ધરાવતા વાહનમાં છ એરબેગ રાખવા પડશે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે ટ્વીટ કરતા તેમણે જણાવ્યું હતું કે, મંત્રાલય દ્વારા છ એરબેગ અંગેની જાહેરનામાંની દરખાસ્ત બહાર પાડી દેવામાં આવી છે. અગાઉ આગળની સીટ અને પાછળ બબ્બે એરબેગનું જાહેરનામું એપ્રીલ 2021થી અમલમાં આવ્યું હતું. ત્યારથી બનેલી તમામ કારમાં અને તમામ મોડેલમાં ચાર એરબેગ સાથે જ બજારમાં મુકવામાં આવ્યા હતા. ગડકરીએ જણાવ્યું હતું

Read About Weather here

કે, આઠ વ્યકિતઓની ક્ષમતા સાથેના વાહનમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષા માટે હવેથી આવા મોટા વાહનમાં છ એરબેગ રાખવી પડશે. પાછળની સીટમાં ચાર એરબેગ મોટા વાહનમાં રાખવી પડશે.જેથી કરીને જાનહાનીનું પ્રમાણ ઘટાડી શકાય. વધારાની એરબેગ મુકવાના આદેશથી કાર ઉત્પાદકોને ચાર એરબેગ મુકવા માટે રૂ.8 થી 10 હજારનો ખર્ચ થશે. અત્યારે એક એરબેગની કિંમત રૂ.1800 થી 2000 જેટલી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here