જામકંડોરણામાં ‘વેલકમ’ કંપનીએ અનેક લોકો સાથે છેતરપીંડી કર્યાની ફરિયાદ

જામકંડોરણામાં ‘વેલકમ’ કંપનીએ અનેક લોકો સાથે છેતરપીંડી કર્યાની ફરિયાદ
જામકંડોરણામાં ‘વેલકમ’ કંપનીએ અનેક લોકો સાથે છેતરપીંડી કર્યાની ફરિયાદ

પોલીસની કામગીરીથી કોર્ટ નારાજ: ધોરાજી સી.પી.આઈને તપાસ સોંપાઈ

જામકંડોરણામાં અનેક લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્ર્વાસઘાત થયો હોવાની એક ગંભીર બાબત સામે આવી છે જેમાં ભોગ બનનારા અનેકો લોકોએ પ્રથમ જામકંડોરણા પોલીસમાં ફરિયાદ કરી હતી પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી નહિ થતા અંતે ભોગ બનનાર લોકોએ કોર્ટના દરવાજા ખખડાવી જામકંડોરણા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી અને બાદમાં કોર્ટે બાબતની ગંભીરતાને ધ્યાને લીધી હતી અને જામકંડોરણા પોલીસની કામગીરીથી નારાઝ થઇ હતી અને સમગ્ર બનાવની તપાસ ધોરાજી સી.પી.આઈ. ને સોંપી રાજકોટની સ્પેશીયલ કોર્ટમાં કેસ ચલાવવા માટેનો હુકમ જામકંડોરણા કોર્ટ દ્વારા ફરમાવવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જામકંડોરણામાં પાંચ વર્ષમાં ડબલ કરવાની લાલચ આપી રોકાણકારોના રૂપિયા ઓળવી જઈ વેલકમ નામની કંપની એક અનેકો લોકો સાથે માસ મોટી છેતરપીંડી આચર્યા હોવાની એક ગંભીર બાબત સામે આવી છે જેમાં જામકંડોરણાના અંદાજે 200 કરતા પણ લોકોની અને ખાસ કરીને મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે ત્યારે લોકો સાથે છેતરપીંડી થઈ હોવાનું સામે આવતા લોકોના પૈસાને પચાવી પાડનાર કંપનીના જવાબદારો સામે પોલીસ કાર્યવાહી કરતી ન હોવાથી ઉપરાંત આરોપીઓને છાવરતી હોવાની વાતને લઈને ભોગ બનનાર લોકોએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે જેથી અદાલતના હુકમથી પોલીસે કંપનીના એજન્ટ અને જવાબદારો સામે ગુનો દાખલ કરવાની ફરજ પડી છે.

જામકંડોરણા ઈન્દીરાનગરમાં રહેતા કારીબેન જીવાભાઈ બગડાએ જામકંડોરણા કોર્ટમાં કરેલી ફરિયાદ પરથી અદાલતે પોલીસને ગુનો દાખલ કરવા જણાવતા જામકંડોરણા પોલીસે જામકંડોરણાની ગોકુલધામ સોસાયટીમાં આવેલી વેલકમ રીયલ એસ્ટેટ એન્ડ બિલ્ડકોન નામની કંપનીના એજન્ટ, ચેરમેન, ડિરેક્ટર સહિતનાઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે ત્યારે ભોગ બનનારના જણાવ્યા મુજબ વર્ષ 2011 થી વેલકમ નામે ચાલતી સંસ્થામાં પૈસાનું રોકાણ કરવાથી પાંચ વર્ષમાં ડબલ થઈ જવાની લાલચ આપી અને કંપની તરફથી ફોટાવાળુ સર્ટીફીકેટ આપવામાં આવેલું હતું

ત્યારે બાદમાં પાકતી મુદતે રોકાણકારો પૈસા લેવા જતા ત્યારે તેઓ પૈસા આપવામાં ગલ્લા-તલ્લા કરવા લાગ્યા હતા અને બાદમાં ઓફીસને તાળા મારી નાશી ગયા હતા જેથી રોકાણકારોએ જામકંડોરણા પોલીસમાં અલગ-અલગ ફરિયાદો આપી હતી આમ છતા પોલીસ આરોપીઓ સામે ગુનો દાખલ નહિ કરી આરોપીઓને છાવરતી હોવાનું ભોગ બનનારને જણાતા તેમને અંતે જામકંડોરણા કોર્ટમાં ફરીયાદ કદાખલ કરી હતી ત્યારે આ અંગે અદાલતના હુકમ બાદ જામકંડોરણા પોલીસે ફરિયાદીની ફરીયાદ પરથી કંપનીના એજન્ટ અને કંપનીના મેનેજર, ડિરેક્ટર, સહિતના સામે ઈ.પી.કો. કલમ 406, 420, 120, 120(બી), 34 તથા જી.પી.આઈ.ડી. એક્ટ કલમ 3 મીજબનો ગુનો નોંધ્યો છે ત્યારે હાલ ધોરાજી સર્કલ પી.આઈ. એચ.એ. જાડેજા સમગ્ર બાબતે તપાસ ચલાવશે.

રોજ બરોજનું કમાઈને પોતાનું ગુજરાન ચલાવતા લોકોને લોભામણી લાલચ આપી અને તેમને ભવિષ્યમાં ડબલ રૂપિયા પરત અથવા તેમને જમીન આપવામાં આવશે તેવી લાલચો આપી અને અનેકો લોકોના પૈસા ઉઘરાવી અને તેમને ફોટા વાળા સર્ટીફીકેટ આપ્યા હતા જે બાદ આ કંપનીએ તેમને છેતર્યા હોવાનું અને વિશ્વાસઘાત કર્યો હોવાનું લોકોને માલુમ પડ્યું હતું ત્યારે લોકોએ ન્યાય માટે હાલ કોર્ટના દરવાજા ખખડાવી ફરિયાદ દાખલ કરી છે ત્યારે ફરિયાદી તરફેના વકીલ કાન્તિલાલ બાલધાએ પણ સમગ્ર બાબતે કોર્ટમાં કેસ દાખલ કરીને લોકોને ન્યાય અપાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

Read About Weather here

જે રીતે અનેકો લોકોને છેતરી તેમની સાથે વિશ્ર્વાસઘાત કરી અને તેમની પાસેથી પૈસા ઉઘરાવ્યા બાદ આ કંપનીના સંચાલકોએ નોટ બંધીનું બહાનું પણ કાઢ્યું હતું અને હેમકેમ બહાનાઓ બનાવીને સમય ઠેકાડતા હતા ત્યારે વેલકમ કંપનીના રોકાણકારોના નાણાં વર્ષ 2018 માં પાકતા હોવાથી રોકાણકારો કંપનીની ઓફિસે પોતાના રૂપિયા લેવા જતા આરોપીઓ અત્યારે નોટબંધી છે બે-પાંચ મહિનામાં તમને તમારી પાકતી રકમ વ્યાજ સહિત મળી જશે તેવી બહાના કાઢી સમય ઠેકાડતા હતા અને અંતે હાથ ઉંચા કરી નાસી છુટ્યા હોવાનું સામે આવ્યું છે જેથી હાલ આ ભોગ બનનારા લોકો ન્યાયની માંગણી સાથે આશા રાખીને બેઠા છે ત્યારે ન્યાયપાલિકા પાસેથી તેમને યોગ્ય ન્યાય મળશે અને જવાબદાર લોકો અને બેદરકાર દાખવનારા સામે કડક કાર્યવાહી થશે જ તેવો વિશ્ર્વાસ ભોગ બનનારા લોકોએ વ્યક્ત કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here