અમદાવાદના શાહીબાગમાં એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ: સીસીટીવીમાં કેદ

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

શહેરના એટીએમ મશીન ફરી એક વખત તસ્કરોના નિશાને હોય તેમ લાગી રહૃાું છે. અગાઉ પણ અનેક વખત એટીએમ મશીન ગેસ કટરથી તોડીને ચોરીના બનાવો સામે આવ્યા છે. ત્યારે શહેરના શાહીબાગમાં વધુ એક એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ જોવા મળ્યો છે.

શાહીબાગ હઠીસિંહ ની વાડી સામે આવેલ પંજાબ નેશનલ બેંકના બ્રાન્ચ હેડ મહેશ ચંદ જૈને માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, તેમની બેંકના એટીએમ ઇન્ચાર્જ સવારે દસ વાગ્યાની આસપાસ એટીએમ પર ચેક કરવા માટે ગયા હતા. ત્યારે તેમને જોયું તો, એટીએમનું કેસ બોક્ષ અને સ્વાઈપ ડીવાઈસ તૂટેલી હાલતમાં હતું. જે અંગેની જાણ ફરિયાદીને કરતા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં મોડી રાત્રે એક વ્યક્તિ એટીએમમાં આવતો જણાય છે અને તેની પાસે રહેલા કાર્ડ સ્વાઈપ ડિવાઈસમાં નાંખે છે. બાદમાં કાર્ડ કાઢીને તે સ્ક્રુ ડ્રાઇવર મારફતે સ્વાઈપ ડિવાઈસ તોડે છે અને કેસ બોક્ષનું ઢાંકણું તોડીને પાસવર્ડ ડીવાઈસને તોડવાનો પ્રયત્ન કરે છે. જોકે બીજો એક વ્યક્તિ એટીએમ તરફ આવતો નજરે પાડતા આ સખ્શ ત્યાંથી નીકળી જાય છે.

જોકે, સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી હતી. હાલમાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.