લોન ભરવામાં નિષ્ફળ ગયેલ 216 આસામીઓની મિલકત જપ્તનો આદેશ

લોન ભરવામાં નિષ્ફળ ગયેલ 216 આસામીઓની મિલકત જપ્તનો આદેશ
લોન ભરવામાં નિષ્ફળ ગયેલ 216 આસામીઓની મિલકત જપ્તનો આદેશ

216 આસામીઓએ બેંકમાંથી લોન લીધી હતી. સમયસર બેંકમાં લોન ભરપાઇ ન કરતા રાજકોટ કલેકટરે 87 કરોડની મિલકત જપ્ત કરવા કલેકટરે આદેશ આપ્યો છે.

આસામીઓએ બેંક પાસેથી મોટી લોનો લઇ લીધી હોય છે પણ સમયસર ભરી શકયા ન હોય જેથી બેંક દ્વારા સમય આપવામાં આવતો હોય છે અને તે સમયમાં ભરપાઇ ન કરતા મેટર કલેકટર પાસે જાય છે અને કલેકટર કેસ ચલાવી બંને પક્ષોને સાંભળે છે.

જો લેણદાર જાહેર કરી દે કે તે આ લોન ભરવા સક્ષમ નથી તો કલેકટર જેતે વિસ્તારના મામલતદારને વોરંટ ઇસ્યુ કરીને મિલકતને જપ્ત કરીને બેંકને સોપી દે છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરમાં 216 જેટલા આસામીઓએ ધંધો કરવા તેમજ મકાન માટે અલગ અલગ બેંકો પાસેથી નાણા લીધા હતા પરંતુ સમયસર ભરપાઇ જ કરતા 216 આસામીઓ પાસેથી રૂ.87.56 કરોડની વસુલાત કરવા અને મિલકત જપ્તી કરવા રાજકોટ કલેકટરે આદેશો આપ્યા છે.

રાજકોટ શહેરમાં 216 જેટલા આસામીઓએ ધંધો કરવા અને મકાન લેવા માટે તેમજ અન્ય કામ માટે વિવિધ પ્રકારની કરોડો રૂપિયાની લોન લીધી હતી. પરંતુ સમયસર હપ્તા ભરપાઇ નહીં કરતા 1 ડઝનથી વધુ સહકારી બેંકનાં વહીવટકર્તાઓએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.

આ આસામીઓમાં સૌથી વધુ રકમ વસુલવાની થાય છે. તેમાં રઘુવીર બિલ્ડકોન, લક્ષ્મી જવેલર્સ, અનીતા એક્ષપોર્ટ, નિલકંઠ ઇલેકટ્રોનિકસ સહિતના આસામીઓ પાસેથી વસુલાત કરવાની થતી હોય ત્યારે મિલ્કતો જપ્ત કરવા માટે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ આદેશ કર્યો છે.

Read About Weather here

રાજકોટ જિલ્લા કલેકટરે ઉપરોકત તમામ આસામીઓની મિલ્કતો જપ્ત કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here