મરચા હવે ખરેખર રોવડાવશે…! 700 રૂપિયા કિલો

મરચા હવે ખરેખર રોવડાવશે...! 700 રૂપિયા કિલો
મરચા હવે ખરેખર રોવડાવશે...! 700 રૂપિયા કિલો
શ્રીલંકામાં હાલ મોંઘવારીમાં એક જ મહિનામાં 15 ટકાનો વધારો થઇ ગયો છે. જેની અસર શાકભાજી પર પણ થઇ રહી છે. ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં મોંઘવારીએ માજા મુકી છે. શ્રીલંકામાં મોંઘવારી એટલી વધી ગઇ છે કે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

શ્રીલંકામાં હાલ લીલા મરચા 700 રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે જ્યારે બટાકાના ભાવ 200 રૂપિયાને પાર પહોંચી ગયા છે. શ્રીલંકાના મોંઘવારીના આંકડા મુજબ નવેંબર 2021થી ડિસેંબર 2021 વચ્ચે ખાધ્ય વસ્તુઓની મોંઘવારી 15 ટકા વધી છે. જેનું મુખ્ય કારણ શાકભાજી મોંઘા થવા છે. 

એક સમયે શ્રીલંકામાં 100 ગ્રામ મરચાની કિમત 18 રૂપિયા હતી તે 71 રૂપિયા થઇ ગઇ છે. એટલે કે હવે મરચા 700 રૂપિયા કીલો મળી રહ્યા છે. એક જ મહિનામાં મરચાની કિમતમાં 287 ટકાનો વધારો થયો છે. તેવી જ રીતે રિંગણાના ભાવ પણ વધ્યા છે.

Read About Weather here

રિંગણા 51 ટકા મોંઘા થઇ ગયા છે.  જ્યારે ડુંગળીની કિમત 40 ટકા, ટમેટાની કિમત 10 ટકા વધી ગઇ છે. લોકો હાલ 200 રૂપિયા આપીને એક કિલો બટાકા ખરીદી રહ્યા છે. એટલે કે સૌથી સસ્તુ શાક ગણાતા બટાકાના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here