પોલીસ હેડક્વાર્ટરમાં LRD જવાનની આત્મહત્યા

પોલીસ હેડક્વાર્ટરમાં LRD જવાનની આત્મહત્યા
પોલીસ હેડક્વાર્ટરમાં LRD જવાનની આત્મહત્યા
આ સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેર પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા LRD જવાન પ્રદીપસિંહ ભાવુભા પઢિયારે આજરોજ વહેલી સવારે જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા વિશ્રાંતિ ભવન સામે કવાર્ટરની અગાસીમાં કેબલ વાયર ગ્રિલ સાથે બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ભાવનગર શહેર પોલીસમાં લોકરક્ષક દળના જવાન તરીકે ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે પોલીસ હેડક્વાર્ટરમાં જ આત્મહત્યા કરી છે. LRD જવાને કોઈ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. બનાવની જાણ થતાં અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ બનાવની જાણ સી-ડિવિઝન પોલીસને થતાં ડીવાયએસપી સફિન હસન સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો

Read About Weather here

અને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સરટી હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઈને પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ આપઘાત અંગે કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી. પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here