આખરે 74 વર્ષે બંને ભાઈઓ મળીજ ગયા

આખરે 74 વર્ષે બંને મળીજ ગયા
આખરે 74 વર્ષે બંને મળીજ ગયા
1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે છૂટા પડી ગયેલા આ બંને ભાઈનાં હૃદય પર ઘા વાગ્યા હતા, આ ઘા પર 74 વર્ષ બાદ મલમ લગાવાયો છે. 74 વર્ષથી બંને ભાઈએ એકબીજાને જોયા ન હતા, ક્યારેય સાથે બેઠા નથી, વાત કરી નથી અને 74 વર્ષ બાદ અચાનક બંને ભાઈને મળવાનો અવસર મળ્યો અને સામસામે ભેટો થયો ત્યારે ચોક્કસપણે એ ક્ષણ ભાવુક કરનારી જ હોય.

Visit Saurashtra Kranti Homepage here

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનેલા લોકોની આંખો પણ આંસુથી છલકાઈ જાય. આવું જ કંઈક થયું પાકિસ્તાનસ્થિત ઐતિહાસિક શ્રી કરતારપુર સાહિબમાં, જ્યાં 74 વર્ષ પછી બે ભાઈ એકબીજાને મળ્યા અને મુલાકાત એવી હતી કે બંને એકબીજાને ગળે લગાવીને રડી પડ્યા. આ મુલાકાત એવી હતી કે પથ્થર હૃદયવાળા માણસનું હૃદય પણ ઓગળી જાય.

દિલનું દર્દ કોઈને કહી ન શક્યા, પણ જ્યારે મળ્યા ત્યારે ખૂબ રડ્યા. આ વાત છે પાકિસ્તાનના ફૈસલાબાદમાં રહેતા મોહમ્મદ સદિક અને ભારતમાંથી શ્રી કરતારપુર સાહિબ પહોંચેલા મોહમ્મદ હબીબ આકા ઉર્ફે શૈલાની. એક જ માતાએ બંનેને જન્મ આપ્યો હતો, પરંતુ 1947ના ભારત-પાકના ભાગલામાં તેઓ એકબીજાથી અલગ થઈ ગયા હતા.

બંને ભાઈ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે જોડાયા અને કરતારપુર સાહિબ પહોંચ્યા પછી એકબીજાને મળ્યા હતા. જ્યારે સદિક ભાઈને ગળે મળીને રડ્યો ત્યારે હબીબે કહ્યું કે શાંત થઈ જા, ભગવાનનો આભાર, મળી તો ગયા….બંને ભાઈઓ એકબીજાની આંખોમાંથી આંસુ લૂછી રહ્યા હતા.

મોહમ્મદ હબીબે તેના પાકિસ્તાની ભાઈ સદિકને કહ્યું કે તેણે આજ સુધી લગ્ન કર્યા નથી અને આખી જિંદગી માતાની સેવામાં જ જીવન સમર્પિત કરી દીધું છે. જ્યારે સદિક તેમના સમગ્ર પરિવાર સાથે શ્રી કરતારપુર સાહિબ પહોંચ્યા હતા.

આમ તો તમને કોરિડોરમાં પગ મૂકતાંની સાથે જ પ્રથમ સૂચના આપવામાં આવે છે કે ભારતીય કોઈપણ પાકિસ્તાની સાથે વાત કરશે નહીં તેમજ મોબાઈલ નંબરની આપ-લે પણ કરશે નહીં. 74 વર્ષ પછી બે ભાઈની મુલાકાત આંખોમાં આંસુ લાવી દે એવી હતી. કરતારપુર કોરિડોર પ્રોજેક્ટના સીઈઓ મોહમ્મદ લતીફે જણાવ્યું હતું કે જ્યારે બંને ભાઈઓએ એકબીજાને ગળે લગાવ્યા ત્યારે બંનેના જોર-જોરથી રડવાનો અવાજ સંભળાયો.

Read About Weather here

આ ઘટનાએ હૃદયને ઓગાળી દીધું હતું. શ્રી કરતારપુર સાહિબમાં એક દિવસમાં લગભગ 5000 ભારતીયોને લાવવાની વ્યવસ્થા છે, પરંતુ અત્યારે આ સંખ્યા 200થી પણ ઓછી છે.કોરિડોર પર જો કોઈ ભારતીય પાકિસ્તાની સાથે વાત કરતો જોવા મળે તોપણ પાક રેન્જર્સ તેમને અટકાવે છે, પરંતુ આ ઘટનાએ પાક રેન્જર્સનું હૃદય પણ ઓગાળી દીધું અને આ બંને ભાઈઓને જુદા પાડવાની હિંમત સાંજે 4 વાગ્યા સુધી પણ કોઈની થઈ ન હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here