માનવ જાત સામેનો સૌથી મોટો પડકાર ત્રાસવાદ

માનવ જાત સામેનો સૌથી મોટો પડકાર ત્રાસવાદ
માનવ જાત સામેનો સૌથી મોટો પડકાર ત્રાસવાદ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના સંક્રમિત, દિલ્હીમાં ભાજપ વડા મથકના 42 કર્મીઓને કોરોના
તમામ દેશોએ કોઈ બહાના ચલાવી લેવાય નહીં, યુનોમાં ભારતની સટ્ટાસટ્ટી: ભારતનાં અધ્યક્ષપદે યોજાયેલી સલામતી સમિતિની બેઠકમાં ત્રાસવાદ સામે એક થવા, વિશ્ર્વનાં તમામ દેશોને ભારતની અપીલ

વિશ્ર્વ સંસ્થા યુનોની સલામતી સમિતિની બેઠકમાં ભારતે ત્રાસવાદનાં પડકારને માનવ જાત સામેનો સૌથી મોટો પડકાર ગણાવ્યો હતો અને સ્પષ્ટ જણાવ્યું હતું કે, વિશ્ર્વનાં દેશોએ આતંકવાદી કૃત્યો માટે કોઈ બહાના ચલાવી લેવાથી દૂર રહેવું જોઈએ. કેમકે આતંકવાદ માટે કોઈ બહાનું આગળ ધરી શકાય નહીં. ત્રાસવાદનાં પડકાર સામે લડત ચલાવવામાં વિશ્ર્વનાં દેશોએ વિભાજીત થવું જોઈએ નહીં.

Visit Saurashtra Kranti Homepage here

2022 ની સાલ માટે ભારત યુનોની સલામતી સમિતિનું અધ્યક્ષ બન્યું છે. યુનો ખાતેનાં ભારતનાં કાયમી પ્રતિનિધિ ટી.એસ. તીરૂમૂર્તિએ જણાવ્યું હતું કે, આ વર્ષથી ભારતે સુરક્ષા પરિષદનું અધ્યક્ષ પદ સંભાળ્યું છે. એટલે સુરક્ષા પરિષદમાં ત્રાસવાદ સામે વળતો મુકાબલો એ મુખ્ય અને ચાવીરૂપ પ્રાથમિકતાનો મુદ્દો બની રહેશે. ભારત અત્યારે સુરક્ષા પરિષદમાં બિનકાયમી સભ્ય તરીકે છે. અગાઉ 2021 માં ભારતને સલામતી સમિતિનું અધ્યક્ષ પદ મળ્યું હતું. અત્યારે આતંકવાદ વિરોધી કમિટીનાં ચેરમેન તરીકે તીરૂમૂર્તિ ફરજ બજાવી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, માનવ જાત સામેનાં સૌથી મોટા પડકાર તરીકે સમિતિ ત્રાસવાદને ગણે છે. ભારતે પણ દરેક પ્રકારનાં ત્રાસવાદ અને ત્રાસવાદી કૃત્યોનો સતત વિરોધ કર્યો છે અને આપણા સંકલિત સંકલ્પો નબળા કે હળવા ન થાય એ સામે પણ ભારત સતત સાવધ કરતુ રહ્યું છે. આ કમિટીની રચના થઇ તે પહેલા વિશ્ર્વનાં દેશો અમારો ત્રાસવાદ અને તમારો ત્રાસવાદ એવા મુદ્દા પર વિભાજીત થઇ ગયા હતા. આપણે ફરી એક યુગમાં પાછું ફરવાનું નથી.

Read About Weather here

યુનોનાં મહાસભાનાં અહેવાલમાં પણ દર્શાવાયું છે કે, વિશ્ર્વમાં આતંકવાદી પરિબળો માથું ઉચકી રહ્યા છે. આફ્રિકા સહિતનાં દેશોમાં આતંકવાદીઓ વધુ આધુનિક શસ્ત્રોથી સજ્જ થઇ રહ્યા છે અને ડ્રોન, રોબો, આરટીફીશીયલ ઈન્ટેલીજન્સ જેવી આધુનિક ટેકનોલોજીથી પણ માહિતગાર થઇ રહ્યા છે. એ રીતે આધુનિક અને નવી ટેકનોલોજીનો ત્રાસવાદી દૂરઉપયોગ ન કરે એ પડકારનો પણ આપણે સામનો કરવાનો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here