દેશમાં હાયકારો કરાવતી મહામારી, નવા કેસ બે લાખના આંકની નજીક

દેશમાં હાયકારો કરાવતી મહામારી, નવા કેસ બે લાખના આંકની નજીક
દેશમાં હાયકારો કરાવતી મહામારી, નવા કેસ બે લાખના આંકની નજીક

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 442 નાં મોત થયા: નવા કેસ 194720 જેટલા નોંધાયા, દિલ્હીમાં પરિસ્થિતિ વધુ વણસી
રાજધાનીમાં કોરોના હાહાકારને પગલે ખાનગી કચેરીઓ, રેસ્ટોરાં, બારને તાળા: લોકોને સાવચેતી રાખવા અપીલ, હાલ લોકડાઉન નહીં: મુખ્યમંત્રી કેજરીવાલની ખાતરી

દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો છે અને સાથે-સાથે નવા વાયરસ ઓમિક્રોનનાં કેસો પણ ગતિ પકડી રહ્યા છે. પરિણામે દેશના 120 જેટલા જિલ્લાઓમાં કોરોનાની ત્રીજી લહેર ફરી વળી છે. છેલ્લા 24 કલાક દરમ્યાન કોરોનાનાં વિક્રમી 194720 જેટલા કેસો નોંધાયા હતા. જે ગઈકાલનાં કેસો કરતા 16 ટકાનો વધારો સૂચવે છે. આજનાં દિવસે સૌથી વધુ મૃત્યુ આંક પણ નોંધાયો હતો. કોરોનાથી 442 દર્દીઓનાં મોત થયાનું નોંધાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જેમ-જેમ ટેસ્ટીંગ વધતું જાય છે તેમ-તેમ કોરોના અને ઓમિક્રોન સંક્રમણનાં નવા-નવા કેસો બહાર આવી રહ્યા છે. અત્યારે દર 100 ટેસ્ટીંગમાં સંક્રમિત લોકોની ટકાવારી 11.5 જેવી રહી છે. ઓમિક્રોનનાં કેસો વધીને 4868 થઇ ગયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1281 અને રાજસ્થાનમાં 645 ઓમિક્રોન કેસ અત્યાર સુધીમાં નોંધાઈ ગયા છે. સૌથી વધુ ખબર પરિસ્થિતિ દિલ્હીમાં જોવા મળી રહી છે. જેના કારણે અનેક પ્રકારનાં નવા નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે.

તમામ ખાનગી કચેરીઓ, રેસ્ટોરાં અને બાર બંધ કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખાતરી આપી છે કે, લોકો શક્ય તેટલી વધુ સાવધાની રાખે એટલે અત્યારે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં નહીં આવે. દિલ્હીમાં નવા કેસોનો પોઝિટિવીટી રેટ 25 ટકા જેટલો ઉંચો ચાલ્યો ગયો છે. પરિણામે પરિસ્થિતિ વણસી છે અને નવા નિયંત્રણો જાહેર કરવા પડ્યા છે. પરિણામે ખાણી-પીણી ઉદ્યોગને વધુ આર્થિક ફટકો પડ્યો છે.

હવે ઝોનવાઈઝ સપ્તાહમાં એકવખત અઠવાડિક બજાર ખૂલવા દેવાશે.બાર અને રેસ્ટોરાં બંધ કરાતા ત્રણ લાખ જેટલા લોકો બેકાર થઇ ગયા છે. દિલ્હીમાં ટેસ્ટીંગ દરમ્યાન દર 4 વ્યક્તિ પૈકી 1 વ્યક્તિ કોરોના સંક્રમિત માલુમ પડી છે. સોમવારે નવા 19166 કેસ નોંધાયા હતા અને 17 દર્દીઓનાં મોત થયાનું નોંધાયું હતું. ચાલુ વર્ષનાં પ્રથમ 10 સપ્તાહમાં જ 70 મોત થયાનું નોંધાયું છે. દિલ્હી સરકાર અત્યારે સંપૂર્ણ લોકડાઉન લાદવા માંગતી નથી. તેના કારણે વિકેન્ડ લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી કેજરીવાલે ખાતરી આપી છે કે, બીજાવેવ કરતા ત્રીજોવેવ ઘણો હળવો છે.

Read About Weather here

બહુ ઓછા લોકોને હોસ્પિટલમાં જવું પડે છે. એટલે કેસો ઘટશે અને મૃત્યુ આંક ઓછો થશે એ રીતે તબક્કાવાર નિયંત્રણો પણ ઉઠાવી લેવામાં આવશે. અત્યારે જે નવા નિયંત્રણો લાગુ કરાયા એ પણ લોકોની સુરક્ષા ખાતર લાગુ કરવા પડ્યા છે. કેમકે એવું પગલું ન લઈએ તો કેસો વધી જશે અને લોકોની રોજગારીને ફટકો પડશે. અત્યારે જે વેવ છે. તે ઘણો જ હળવો છે. માત્ર ઓક્સિજન ઘટે એવા દર્દીઓને જ દાખલ કરવામાં આવ્યા છે. અન્યોની ઘરે જ સારવાર કરવામાં આવે છે. દિલ્હીમાં હોમ આઈસોલેટ થયેલા યોગનાં દર્દીઓ માટે યોગનાં ક્લાસ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here