હળવદમાં ખંભલાય માતાના મંદિરે ધર્મોત્સવ

હળવદમાં ખંભલાય માતાના મંદિરે ધર્મોત્સવ
હળવદમાં ખંભલાય માતાના મંદિરે ધર્મોત્સવ


નવ દિવસીય મહાવિષ્ણુયાગ અને નવગ્રહ મખનો પ્રારંભ

હળવદમાં માંડલ ખંભલાય માતાજી મંદિર ટ્રસ્ટના ઉપક્રમે આઠ દિવસના ધર્મોત્સવનો પ્રારંભ તારીખ 9 થી શરૂ થઈ ચૂક્યો છે.

જેમાં શ્રદ્ધાળુઓ માઇભકતો લાભ લઈ રહ્યા છે. તળાવ મધ્ય આવેલ ઐતિહાસિક માઁ ખંભલાય માતા જીના પટાંગણમાં મહાવિષ્ણુ યાગ તથા નવગ્રહ મખ શરૂ થયો છે. વેદો પુરાણો તથા ધર્મગ્રંથોમાં યજ્ઞનું ધાર્મિક ઉપરાંત સામાજીક પર્યાવરણ અને આરોગ્ય ક્ષેત્રે વિશેષ મહત્વ દર્શાવેલ છે. યજ્ઞ કરવાથી હવા શુદ્ધ અને પવિત્ર બને છે.

Visit Saurashtra Kranti Homepage here

જે માનવ જીવન માટે હંમેશા ફાયદાકારક છે. સાથે સાથે નવગ્રહ પૂજન અર્ચન પણ કરવામાં આવશે અને આ વિષ્ણુ મહાયજ્ઞમાં યજમાન પદે બિરાજમાન યજમાનોને યજ્ઞ મંત્રોચાર નામાવલી તથા પાઠની આહુતિ આપ્યા બાદ અભિમંત્રિત થયેલી છબી અર્પણ કરવામાં આવશે.

બીજી અનેક મૂલ્યવાન સામગ્રી ભેટ સ્વરૂપે આપવામાં આવશે. મહાવિષ્ણુયાગના વ્યાસપીઠ પરથી શાસ્ત્રી જીગ્નેશ મહારાજ વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરવી જ્ઞાનમાં ભાવિકો તરબોળ થઈ ભાવવિભોર થતા જોવા મળ્યા હતા.

Read About Weather here

સાંજના સમયે મુકેશભાઈ રાવલ દ્વારા ભગવાન વિષ્ણુ, માં લક્ષ્મી, ધ્રુવ, ગરૂડજી, દેવી અહલ્યા,રાજા હરિશચંદ્ર,તારામતી, બલિરાજા, ધ્રુવ, સતીઅનસોયા, વામનદેવ, ગૌતમ ઋષિ જેવા અનેક ચરિત્ર આબેહુબ બનાવી વિસ્તુત છણાવટ સાથે માહીતી ગાર કર્યા હતા. સમગ્ર ધર્મોતોત્સવને સફળ બનાવવા ટ્રસ્ટી મંડળ તેમજ અન્ય લોકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here